કોરોના માટે સરકારે જાહેર કર્યા નવા દિશાનિર્દેશ, થિયેટર્સમાં 50%થી વધારે લોકો બેસાડી શકાશે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોના માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે જે 1લી ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી સુધી અમલી રહેશે. ગૃહ મંત્રાલયની નવી ગાઈડલાઈન પ્રમાણએ સિનેમાગૃહોમાં હવે 50%થી વધારે લોકોને બેસવાની મંજુરી હશે. આ સાથે જ સ્વિમિંગ પુલમાં સામાન્ય લોકો જઈ શકશે.
કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોને જુદી-જુદી ગતિવિધિઓ અને કોરોના અંગેના ઉપાયો જાળવી રાખવા અને SOP લાગૂ કરવી અનિવાર્ય છે. થિયેટર્સ માટે માહિત અને પ્રસારણ મંત્રાલય નવી SOP જાહેર કરશે.
કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે સામાજીક, ધાર્મિક, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક આયોજનો માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની SOP પ્રમાણે મંજુરી આપવામાં આવશે. સ્વિમિંગ પૂલને લઈને યુવા બાબતો અને રમત-ગમત મંત્રાલયથી માપદંડ પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. આ સિવાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ગૃહ મંત્રાલય સાથે વિચાર-વિમર્શ કરી નિર્ણય લેવામાં આવશે.
પેસેન્જર ટ્રેનના પરિવહન, હવાઈ મુસાફરી, મેટ્રો રેલ, શાળા, ઉચ્ચ શિક્ષણ સંસ્થાન, હોટલ અને રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, મલ્ટિપ્લેક્ષ, એન્ટરટેનમેન્ટ પાર્ક, યોગ કેન્દ્ર અને જીમ વગેરેને લઈને સમયાંતરે અપડેટ SOP જાહેર કરવામાં આવશે. આ SOPનું સખ્તાઈથી પાલન કરાવવી તંત્રની જવાબદારી રહેશે.