બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જાપાનના આ વ્યક્તિને ભાડે લેવા માટે લોકો હજારો રુપિયા ખર્ચ કરે છે!

આજકાલ દરેક વસ્તુ ભડે મળે છે. બાઇક, કાર, ઘર, ફોન, કપડા વગેરે તમામ વસ્તુઓ. ત્યારે શું તમે ક્યારેય સાંભળ્યું છે કે માણસ પણ ભાડે મળે છે? જાપાનમાં આવું થઇ રહ્યું છે. જાપનામાં 37 વર્ષના શોજી મોરીમોટો પબ્લિંશ કંપનીમાં નોકરી કરતા હતા. હવે તેમણે નોકરી છોડી દીધી છે અનો લોકો સાથે ભાડે રહે છે. એટલે કે લોકો તેને ભાડે લઇને જાય છે અને તેની સાથે સમય વિતાવે છે.

ટ્વિટર પર તેમના 2 લાખ 68 હજાર ફોલોઅર્સ છે. જેમાંથી ઘણા બધા લોકો તેના ગ્રાહક છે. શોજી જાપાનની રાજધાની ટોક્યોમાં રહે છે. તેમને કોઇ પણ વ્યક્તિ ભાડે લઇ જઇ શકે છે. જેના માટે તેમને 10000 યેન એટલે કે 7000 રુપિયા આપવા પડે છે. શોજી લોકો સાથે બેસે છે, ખાય છે અને વાતો કરે છે.

પહેલા તો તેઓ આ સર્વિસ ફ્રીમાં આપતા હતા. જૂન 2018માં તેમણે ટ્વિટર પર પોસ્ટ કરી હતા કે હું મારી જાતને ભાડે પવા માંગુ છુ, એક એવી વ્યક્તિ તરીકે જે કંઇ ના કરે. શું દુકાનમાં એકલા જતા કંટાળો આવે છે? શું તમારી ટીમમાં પ્લેયર નથી? હું સરળ કામો જ કરી શકું છું. પહેલા દિવસે તેમને ઘણો સારો રિસપોન્સ મળ્યો. જ્યારથી તેમણે  કામ શરુ કર્યુ છે ત્યારથી અત્યાર સુધીમાં તેઓ 3000 કરતા વધારે લોકોને મળી ચુક્યા છે. 

3-4 લોકો તો એવા છે જેઓ રોજે તેમની પાસે આવે છે અને થોડો ટાઇમ માટે તેમને ભાડે લે છે. એવા ઘણા લોકો હોય છે જેઓ એકલતા દૂર કરવા માટે તેમની પાસે આવે છે. કેટલાક લોકો એટલા માટે વે છે કે તેમને સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવા હોય છે. મોટાભાગના લોકો એવા હોય છે જેમને પોતાની વાતો સાંભળનાર કોઇ વ્યક્તિની જરુર હોય છે.