પ્લાસ્ટિક ખોરાકમાં જવાથી વર્ષે 1 લાખ પશુઓના મોત થાય છે.
ભારતમાં પ્લાસ્ટિકનો માથાદિઠ વાર્ષિક વપરાશ 11.7 કિલો છે. વર્તમાન દુનિયાએ પ્લાસ્ટિકની બની ગઇ છે તેનાથી ખોરાક અને પાણી પણ બાકાત રહયા નથી.પર્યાવરણ માટે ખતરનાક બની ગયેલા પ્લાસ્ટિકની શોધ ઇસ ૧૮૬૨માં ઇગ્લેન્ડના એલેકઝાન્ડર પાર્કસે કરી હતી.
ત્યાર પછી પ્લાસ્ટિકનો વપરાશ કૂદકે ને ભૂસકે સતત વધતો રહયો છે. પ્લાસ્ટિકની એક બોટલે રિસાઇકલ કરવાથી જે ઉર્જા બચે છે તેનાથી ૬૦ વોલ્ટનો બલ્બ ૬ કલાક સુધી ચલાવી શકાય છે. પ્લાસ્ટિકની ૭૦ ટકા વસ્તુઓનો એક વાર વાપરો અને ફેકી દો એ રીતે થાય છે. સમગ વિશ્વમાં વપરાતા ખનીજ તેલનો ૮ ટકા હિસ્સો પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવામાં થાય છે.
દર વર્ષે જેટલું પ્લાસ્ટિક પૃથ્વી પર ફેંકાય છે તેનાથી પૃથ્વીને ચાર આંટા મારી શકાય તેટલું છે.પ્લાસ્ટિક બેગ તેના વજન કરતા ૨ હજાર ગણું વજન ઉચકી શકે છે. પ્લાસ્ટિકથી પર્યાવરણને થતા નુકસાન અંગેના એક સ્ટડી મુજબ દર વર્ષે પ્લાસ્ટિક ખાવાથી વિશ્વમાં ૧ લાખ પશુઓના મોત થાય છે.
પ્લાસ્ટિક બેગનો યુઝ માત્ર એક મીનિટમાં થઇ જાય છે પરંતુ તેને પૃથ્વીમાં સડતા એક વર્ષ જેટલો સમય લાગે છે. ભારતમાં માથાદિઠ ૧૧.૭ કિલો જયારે અમેરિકામાં માથાદિઠ ૧૦૯ કિલો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે.