અમે અહીં ખેડૂતોને માર ખવરાવવા માટે નથી આવ્યા : ખેડૂત નેતા વીએમ સિંહ, રાકેશ ટિકૈત ઉપર ગંભીર આરોપો લગાવ્યા.
દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાની અસર હવે ખેડૂતોના આંદોલન પર જોવા મળી રહી છે. રાષ્ટ્રીય કિસાન મજદૂર સંગઠને પોતાને આ ખેડૂત આંદલનથી અલગ કરી લીધા છે. ખેડૂત નેતા વીએમ સિંહે બુધવારે આ વાતનું એલાન કર્યુ છે. તેમણે ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈત ઉપર ગેંભીર આરોપો લગાવ્યા છે. વીએમ સિંહે કહ્યું કે આ પ્રમાણે આંદોલન નહીં ચાલે. અમે અહીં શહીદ થવા અથવા તો લોકોને માર ખવરાવવા માટે નથી આવ્યા.
વીએમ સિંહે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત અંગે કહ્યું કે ટિકૈત સરકાર સાથેની મિટીંગોમાં ગયા. જ્યાં તેમણે ઉત્તર પ્રદેશના શેરડી પકવતા ખેડૂતોની વાત કરી, શું અનાજની વાત એક વખત પણ કરી? અમે અહીં સમર્થન આપતી રહીએ અને ત્યાં કોઇ નેતા બની જાય તે વાત યોગ્ય નથી.
વીએમ સિંહે આરોપ લગાવ્યો છે કે રાકેશ ટિકૈતે નક્કી કરેલા રુટથી દૂર થઇને અલગ રુટ પર જવા માટે દબાણ કર્યુ હતું તેમણે આગળ કહ્યું કે જે લોકોએ ટ્રેક્ટર રેલી દરમિયાન નક્કી કરેલા રુટનું પાલન નથી કર્યુ તેમના પર કાહર્યવાહી કરવામાં આવે.
ખેડૂત નેતાએ કહ્યું તે અમે દેશને બદનામ કરવા નથી આવ્યા. અમે તો એટલા માટે આવ્યા છીએ કે અનાજનો યોગ્ય રેટ મળે, શેરડીનો પણ ભાવ મળે અને ટેકાના ભાવ મળે. ખેડૂત આંદોલન હવે ખોટા રસ્તા પર ચડી ગયું છે.મે અવા લોકો સાથે આંદોલન નહીં કરી શકિએ, જેમની દિશા અલગ છે.
તેમણે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કહ્યું કે અમે લોકો ટેકાના ભાવ માટે આવ્યા છીએ, હિંસા કરવા માટે નહીં. 26 જાન્યુઆરીના દિવસે જે કંઇ પણ થયું તે શરમજનક છે. મેં આ આંદોલન ઉભુ કરવા માટે કામ કર્યુ છે. મેં આ તમામ ખેડૂતોને દિલ્હી લાવવા માટે કામ કર્યુ છે.