બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મહિલાઓ પરના એમના એક લેખથી જ્યારે થયો હોબાળો...

રુકૈયા સખાવત હુસૈન એટલે નારીવાદી વિચારક, કથાકાર, નવલકથાકાર, કવિ, બંગાળમાં મુસ્લિમ છોકરીઓના શિક્ષણ માટે આંદોલન ચલાવનાર, મુસ્લિમ મહિલાઓનું સંગઠન બનાવનાર. તેમણે મુસ્લિમ છોકરીઓ માટે સ્કૂલ ખોલી હતી. આ સ્કૂલે અનેક છોકરીઓનું જીવન બદલી નાખ્યું.


જોકે, તેમની ચિંતા માત્ર મુસ્લિમ મહિલાઓ સુધી સીમિત ન હતી. તેઓ તો સ્ત્રી જાતિનું સન્માન વધારવા અને તેમના હક માટે કામ કરી રહ્યાં હતાં.


તેઓ એક એવો સમાજ અને એવી દુનિયા બનાવવાં માગતાં હતાં, જ્યાં તમામ એક સાથે રહે. મહિલાઓ પોતે મુખત્યાર થાય. તેમના હાથમાં દુનિયાનો વેપાર આવે.


રુકૈયાનો જન્મ વર્ષ 1880માં અવિભાજિત ભારતના રંગપુર જિલ્લાના પૈરાબંધ વિસ્તારમાં થયો.


આજે આ વિસ્તાર બાંગ્લાદેશમાં પડે છે. જમીનદાર ખાનદાન હતું. ભાઈઓને તો આધુનિક શાળા-કૉલેજની તાલીમ મળી પરંતુ બહેનોને નહીં.


વાર્તાએ હોબાળો કર્યો


એમાં આ સમાજમાં મહિલાઓની ખરાબ સ્થિતિનું વિવરણ હતું. આવા સવાલ અને આવી વાત ભારતમાં કોઈ મહિલાએ આટલી ગંભીરતાથી નથી કરી.


તેમણે જ્યારે આ લેખ લખ્યો ત્યારે તેમની ઉંમર 22-23 વર્ષની હોવાનું અનુમાન છે.


તેમની એક રચના છે, 'સુલતાનાઝ ડ્રીમ્સ' એટલે સુલતાનાનાં સપનાં. અંગ્રેજીમાં લખાયેલી આ લાંબી વાર્તા છે. આને લઘુ નવલકથા પણ કહી શકાય.


આ એક એવા દેશની કહાણી છે, જ્યાં દેશ અને સમાજની તમામ પ્રવૃતિઓ મહિલાઓ ચલાવે છે.


મહિલાઓ આઝાદ છે. પુરુષો ઘરની અંદર રહે છે. આને નારીવાદી કલ્પનાલોક, વિજ્ઞાનકથા કહેવામાં આવી.


આ કહાણી વર્ષો પહેલાં મદ્રાસથી છપાતાં 'ઇન્ડિયન લેડિઝ મૅગેઝિન'માં 1905માં છપાઈ હતી. આ તે સમયની અંગ્રેજીની ઘણી પ્રતિષ્ઠિત પત્રિકા હતી.