પંચમહાલમાં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મહિલાની સફળ પ્રસૃતિ કરવામા આવી.
પંચમહાલ જીલ્લામાં આજે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા આજે એક ગર્ભવતી મહિલાની સફળ પ્રસૃતિ કરાવામા આવી હતી.જેમા મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.જેમા એક બાળકી અને બાળકનો સમાવેશ થયો હતો.
મળતી માહિતી અનૂસાર શહેરા તાલુકાના નાડા ગામે રહેતા ચદ્રિકાબેન પટેલ ગર્ભવતી હોવાથી તેમને સવારના સમયમા પ્રસૃતિની પીડા ઉપડી હતી,તેમના પરિવાર દ્વારા ૧૦૮ને જાણ કરવામા આવી હતી.૧૦૮ એમ્બ્યુલન્સ ઈએમટી સ્ટાફના રાકેશભાઈ બારીયાએ ચંદ્રિકાબેનની સફળ પ્રસૃતિ કરાવી હતી.અને તેમને સ્વસ્થ એક બાળક અને એક બાળકીને જન્મ આપ્યો હતો.જોડીયા બાળકનો જન્મ થતા માતા તથા તેમના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.અત્રે નોધનીય છેકે ૧૦૮ ઇમરજન્સી સેવા ગૂજરાતના છેવાડાના ગામ સુધી પહોચી છે.અને મેડીકલ ઇમરજન્સી,અકસ્માત સહિતના કેસોમાં આર્શિવાદ સમાન બની છે.