બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

21મું ટિફિન: આ ફિલ્મ દર્શાવે છે કે રોટી, કપડાં અને મકાન ઉપરાંત વ્યક્તિની એક મહત્વની જરૂરિયાત એપ્રીસિએશન.

કન્ટેન્ટ ઈઝ ધ કિંગ અને કથા-પટકથાનું હીરો હોવું એટલે શું એનું સચોટ ઉદાહરણ એટલે આ '21મું ટિફિન'. જેમાં ઘટના માત્ર એટલી જ છે કે પોતાના બિંબાઢાળ થઈ ગયેલા જીવનમાં એક ગૃહિણી (નિલમ પંચાલ) ટિફિનનો વ્યવસાય કરતી હોય છે. એ વીસ ટિફિન કરતી હોય છે. એક દિવસ એકવીસમું ટિફિન ચાલુ થાય છે અને છએક મહિના પછી એ બંધ થઈ જાય છે. બસ... ધેટ્સ ઈટ!

 
એ વચ્ચેના સમયગાળામાં શું બને છે? દેખિતી રીતે તો ખાસ કશું જ બનતું નથી. નથી કોઈ ઝઘડો થતો. નથી હીરો (રોનક કામદાર) એ ગૃહિણીની યુવાન પુત્રીના પ્રેમમાં પડી જતો. નથી કોઈ પ્રેમનો ઈકરાર-ઈઝહાર થતો. આમ છતાં બિટવિન ધ વર્ડ્સ અને બિટવિન ધ સીન્સ જે થાય છે એ કોઈપણ સંવેદનશીલ વ્યક્તિના હદયના તાર ઝણઝણાવી દેવા કાફી છે. આ માટે ડિરેક્ટર વિજયગીરી બાવા અને રાઈટર રામ મોરી ને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. 

આ ફિલ્મ દર્શાવે છે કે રોટી, કપડાં અને મકાન ઉપરાંત વ્યક્તિની એક મહત્વની જરૂરિયાત એપ્રીસિએશન.

સારી એક્ટિંગની એક વ્યાખ્યા એ પણ છે કે એક્ટરને સ્ક્રિન પર જોઈને લાગે જ નહીં કે એ એક્ટિંગ કરે છે એ એક્ટિંગ શ્રેષ્ઠ. તમામ એક્ટર્સ ખુબ જ સહજ લાગે છે. 



મસ્ટવૉચ ફિલ્મ.