બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગ્રામ્ય વિસ્‍તારની ૨૪ બહેનો તાલીમબધ્‍ધ થઇ બેન્‍ક સખી બનશે...

લોકોને રોજગારી મળી રહે તે માટે એસબીઆઇ આરસેટી તથા ડીઆરડીએના સંયુક્ત ઉપક્રમે તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ અંતર્ગત જૂનાગઢ બિલખા રોડ પરના એસબીઆઇ આરસેટી ખાતે તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં વિવિધ રોજગારી લક્ષી તાલીમ આપવામાં આવે છે.


એસબીઆઇ અને ડીઆરડીએ ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે ૬ દિવસીય બીસી(બિઝનેશ કોર્ષ પોન્‍ડન્‍ટ) સખી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્‍લાની ૨૪ બહેનોએ તાલીમ મેળવી હતી. તા. ૫ ઓક્ટોબરના તાલીમ પૂર્ણ થતા બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં ગામના મહિલા સરપંચથી લઇને વિદ્યાર્થીનીઓ પણ જોડાઇ હતી.


તાલીમનું પ્રમાણ પત્ર મેળવ્યા બાદ હવે તે તેમના જિલ્‍લાની નજીકની અલગ-અલગ બેન્‍ક બ્રાન્‍ચમાં આપશે. આથી તેમને સખી મંડળને લગતા બેન્‍કીંગ કામ માટે રોજગારી મળી જશે. આ તાલીમ એસબીઆઇ આરસેટી અને ડીઆરડીએ દ્વારા વિના મુલ્‍યે આપવામાં આવે છે. જેમાં રહેવા,  જમવા સહિતની તમામ સુવિધા વિના મુલ્‍યે આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ લીડ બેન્‍કના મેનેજર મનોહર વાઘવાણી, ગીર સોમનાથ લીડ બેન્‍કના મેનેજર અશોક વ્યાસ, ટ્રેનર હેમેન્‍દ્રભાઇ પુરોહિત, આરસેટીના ડાયરેક્ટર વિજયસિંહ આર્યા, ફેકલ્‍ટી દર્શન સુત્રેજા અને અજીત પરમાર ઉપસ્‍થિત રહ્યા હતા.