ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ ૭૮ રનમાં ઓલ આઉટ, એક પણ ખેલાડી ન પહોંચી શક્યો બે આંકડામાં..
લોર્ડ્સ ટેસ્ટમાં ભારતે જે રીતે શાનદાર જીત પ્રાપ્ત કરી હતી, લીડ્સમાં ઉતરતા જ પરીસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. ભારતીય ટીમ લીડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં માત્ર ૭૮ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચની પ્રથમ ઈનિંગમાં એક પણ બેટ્સમેન ૨૦ રન સુધી પહોંચી શક્યા નહોતા. રોહિત શર્માએ સૌથી વધુ ૧૯ રન બનાવ્યા હતા. વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેએ ૧૮ રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડે ૧૬ રન વધારાના આપ્યા નહીંતર ભારતીય ટીમ ૬૦-૬૨ રનમાં ઓલઆઈટ થઈ ગઈ હોત.
તમને જણાવી દઈએ કે, ઇંગ્લેન્ડ સામે ભારતનો ત્રીજો ઓછો સ્કોર છે. આ અગાઉ તે ૧૯૭૪ માં લોર્ડ્સ ટેસ્ટમાં ૪૨ અને ૧૯૫૨ માં માન્ચેસ્ટરમાં ૫૮ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. હવે સંપૂર્ણ ૪૭ વર્ષ બાદ ભારતીય ટીમે ઇંગ્લેન્ડમાં આટલું શરમજનક પ્રદર્શન કર્યું છે.
આ ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો 9 મો સૌથી ઓછો સ્કોર છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયા એડિલેડમાં માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેમ છતાં ત્યાર બાદ ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત વાપસી કરી અને શ્રેણી 2-1 થી જીતી લીધી હતી.
ભારતીય ટીમે તેની પોતાની અંતિમ 5 વિકેટ માત્ર 11 રનમાં ગુમાવી દીધી હતી. એક સમયે ટીમ ઇન્ડિયાનો સ્કોર 5 વિકેટે 67 રન હતો પરંતુ તે પછી તે 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ તો બીજી વખત ભારત 100 થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડ પણ બે વખત 100 થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ છે.
ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડ સામે ભારતનો આ સૌથી ઓછો સ્કોર છે. એટલું જ નહીં, વિદેશી ધરતી પર પ્રથમ દાવમાં ભારતીય ટીમનો આ સૌથી ઓછો ટેસ્ટ સ્કોર પણ છે. આ અગાઉ ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 4 વખત અને 100 થી ઓછા રનમાં ઓલઆઉટ થઈ ચુકી છે. ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેમનો સૌથી ઓછો સ્કોર 75 રન છે, જો કે 1987 માં વેસ્ટ ઇન્ડીઝ સામે બન્યો હતો.