બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પંચમહાલ જિલ્લામાં કોરોનાના વધુ ૪૦ પોઝિટિવ કેસ નોંધાયા

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૪૦ કેસ નોંધાયા છે.જયારે ૧૫ દર્દીઓને સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૩૫૧ થઈ છે જયારે  કુલ કેસનો આંક ૯૬૩ થયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૫૫૩ વ્યક્તિઓ કોરોનાને માત આપી છે.જિલ્લાના ૨૬ વિસ્તારોમાં વીતેલા ૨૮ દિવસ દરમિયાન એક પણ પોઝિટિવ કેસ નહિં મળી આવતાં કલકેટરે આ ૨૬ વિસ્તારોને ક્લસ્ટર મુક્ત જાહેર કર્યા છે.   


નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૩૨ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૮ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૨૫, હાલોલમાંથી ૦૬  અને શહેરામાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૭૫૭ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં  કાલોલ ગ્રામ્યમાંથી ૦૨ કેસ અને મોરવા ગ્રામ્યમાંથી ૦૧ કેસ, શહેરા ગ્રામમાંથી ૧ કેસ, હાલોલ ગ્રામ્ય માંથી ૧ કેસ અને ગોધરા ગ્રામ્યમાંથી ૩ કેસ મળી આવ્યા છે.  


જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૨૦૬ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.