અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ ફાયરીંગની ઘટનામાં ૫ લોકોના મોત, જાણો તેના પાછળ શું કારણ....
અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબજો કરી લેવામાં આવ્યો છે. તાલિબાન ના ભયથી લોકો કોઈ પણ ભોગે દેશ છોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અફઘાનિસ્તાનથી બહાર જવાનો માત્ર એક જ રસ્તો એક જ છે તે કાબુલ એરપોર્ટ છે. એવામાં કાબુલ એરપોર્ટ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન એક નામી ન્યુઝ ચેનલના મુજબ, તાલિબાની ફાઇટરો દ્વારા એરપોર્ટ પર હિજાબ પહેર્યા વગરની મહિલાઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના જવાબમાં અમેરિકાના સૈનિકોએ પણ ફાયરિંગ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાયરિંગમાં 5 લોકોના મોત પણ થયા છે. તેમ છતાં તાલિબાને એરપોર્ટ પર ગોળીબારની પુષ્ટિ કરી નથી. તાજેતરમાં એરપોર્ટ અમેરિકાના સૈનિકોના કન્ટ્રોલમાં રહેલું છે.
કાબુલ છોડવા માટે એરપોર્ટ પર હજારોની સંખ્યામાં એવા લોકો એકઠા થયા છે જેમની પાસે ના તો વીઝા છે અને ના તો ટિકિટ છે. કાબુલમાં મોબાઇલ રિચાર્જ કરાવવા માટે લોકોને હેરાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં લોકો ઇન્ટરનેટ અને કોલ ક્રેડિટ ઇમરજન્સી માટે બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કાબુલના રસ્તાઓ પર તાલિબાની ફાઇટરો ફરતા જોવા મળી રહ્યા છે. અનેક સ્થળે લૂંટફાટ થવાના અહેવાલો પણ સામે આવ્યા છે. સામાન્ય નાગરિકોને 17 ઓગસ્ટ સુધી પોતાના ઘરોમાં કેદ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
તેની સાથે કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટનો એક વિડીયો પણ સામે આવ્યો છે. પ્લેન હજારો લોકોની ભીડની વચ્ચે
ઘેરાયેલું દેખાઈ રહ્યું છે. પ્લેનની કેબિનની અંદર જવા માટે જે સીડીનો ઉપયોગ કરાય છે તેના પર લોકો પ્લેનની અંદર જવા માટે ધક્કા-મુક્કી કરતા જોવા મળી રહ્યા છે.