કોરોનાથી વૃદ્ધોના મૃત્યુ 5 ગણા વધુ...બચવા શુ કરશો
1 ઓક્ટોબરના રોજ આખી દુનિયામાં ‘આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ’ મનાવાયો. આ વર્ષે દુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારીથી જો સૌથી વધુ કોઈ પ્રભાવિત થયું હોય તો તે વૃદ્ધો જ છે. અમેરિકાની સંસ્થા સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત રિપોર્ટ મુજબ અમેરિકામાં કોરોનાના સંક્રમણથી મરનારા દર 10માંથી 8 લોકોની ઉંમર 65 વર્ષથી વધુ છે. એટલે, 80% મોત વૃદ્ધોનાં જ થઈ રહ્યા છે.
યુનાઈટેડ નેશન દ્વારા મે, 2020માં પ્રકાશિત રિપોર્ટ મુજબ કોરોના વાઈરસથી દુનિયાભરમાં થઈ રહેલા કુલ મોતમાં વૃદ્ધોનાં મોત 5 ગણા વધુ થઈ રહ્યા છે. સીડીસી અનુસાર, જેમ-જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે, તેના સંક્રમિત થવાનું જોખમ વધતું જાય છે. આટલું જ નહીં, લાઈફસ્ટાઈલ ડિસીઝથી પણ પ્રભાવિત થવાને કારણે તેમના આરોગ્ય સાથે જોડાયેલા જોખમ વધુ હોય છે.
સૌથી મુખ્ય બીમારીઓ
વદ્ધોમાં સંક્રમણ, હૃદય સંબંધિત સમસ્યાઓ, ડાયાબિટિસ, ક્રોનિક ડિસીઝ જેમ કે, કિડની, ફેફસા સંબંધિત બીમારીઓ મુખ્ય છે, પરંતુ તેમને આ ત્રણ સમસ્યા વધુ થાય છે.
નબળી યાદશક્તી : તેને અલ્ઝાઈમર્સ કહે છે. આ ઉપરાંત ડેલીરિયમ નામની બીમારી ભ્રમ પેદા કરે છે.
નબળા હાડકા : હાડકાના નબળા થવાથી તેના સરળતાથી તુટવા, પોશ્ચરમાં ફેરફાર, હાડકા વાંકા વલી જવા જેવી સમસ્યાઓ થાય છે. તેનાથી જીવનની ગુણવત્તા ઘટે છે.
સંક્રમણ, જીર્ણ રોગ અને ડિપ્રેશન : વૃદ્ધોમાં સંક્રમણ સૌથી સમાન્ય છે. તેમને હૃદય, કિડની રોગ, સંધિવા વગેરે સરળતાથી થાય છે.
યુટિલિટી : આ 6 ફૂડ બનાવે છે વયોવૃદ્ધ
ફ્રેન્ચ ફ્રાઈઝ : ઉચ્ચ તાપમાન પર તેલમાં રંધાયેલું ભોજન ફ્રી રેડિકલ્સ છોડે છે. ફ્રી રેડિકલ્સ ઉંમર વધવાની પ્રક્રિયાને તેજ કરે છે. આ પ્રક્રિયાને ક્રોસ લિન્કિંગ કહે છે. ક્રોસ લિન્કિંગ ડીએનએ મોલીક્યૂલ્સને પ્રભાવિત કરે છે, તેનાથી ત્વચામાં સંકોચન વધે છે.
ખાંડ : ખાંડનો ઉપયોગ કરોડરજ્જુને નુકસાન પહોંચાડે છે. તડકામાં ખાંડ ઉંમર વધવાની પ્રક્રિયાને ઝડપી કરે છે. આથી તડકામાં આઈસક્રીમ ખાવાને બદલે ફ્રૂટ્સને વદુ મહત્ત્વ આપવું જોઈએ. ખાંડના બદલે મધનો રિપ્લેસમેન્ટ તરીકે ઉપયોગ કરો.
આલ્કોહોલ : જો દારૂનું સેવન કરો છો તો તેને છોડવાનો પ્રયાસ કરો કે ઉપયોગ મર્યાદિત કરી નાખો. તે શરીરનું પોષણ અને વિટામિન-Aનું લેવલ ઘટાડી દે છે. આ વિટામિનનો કરચલી સાથે સીધો સંબંધ છે. ત્વચા સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.
વ્હાઈટ બ્રેડ : રિફાઈન કાર્બ્સ અને પ્રોટીનનો જ્યારે એક સાથે ઉપયોગ કરાય છે, તો તે એજેઝનું નિર્માણ કરે છે. એજેઝ ક્રોનિક ડિસીઝ અને ઉંમર વધવાની પ્રક્રિયા માટે સીધા જવાબદાર છે. તેના બદલે ગ્રીન બ્રેડ્સનો ઉપયોગ કરવો જોઈએ.
સોડા અને કોફી : બંનેમાં મોટા પ્રમાણમાં કેફિન મળી જાય છે, જેનો સતત ઉપયોગ કરવાથી ઊંઘ પ્રભાવિત થાય છે. નબળી ઊંઘનો ઉંમર વધવાની પ્રક્રિયા સાથે સીધો સંબંધ છે. તેનાથી કરચલી અને આંખોના નીચે ડાર્ક સરક્લ પણ બને છે.
ઊંચા તાપમાને રાધેલું ભોજન : ઊંચા તાપમાનમાં ખાદ્ય તેલ, સૂરજમુખીનું તેલ ફ્રી રેડિકલ્સ છોડે છે. એવું નથી કે આ તે સંપૂર્ણ નુકસાનકારક છે. તમે ઓલિવ ઓઈલનો ઉપયોગ કરો તો તે એન્ટી ઓક્સિડન્ટ્સ, વિટામિન ઈ જેવા તત્વોથી ભરપૂર હોય છે.
દુનિયા ઝડપથી વૃદ્ધ થઈ રહી છે
22% હિસ્સો વૃદ્ધોનો હશે, 2050 સુધી દુનિયાની કુલ વસતીમાં.
12% હતો આ આંકડો 2015માં. એટલે ત્યારે 90 કરોડ લોકો વૃદ્ધ હતા.
2 અબજ કુલ વૃદ્ધ હશે 2050માં દુનિયાભરમાં