બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

જર્મનીમાં ફેન્કફર્ટમાં વિશ્વયુધ્ધ સમયનો 500 કિલોનો બોંબ મળ્યો.

13000 લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડાયા. જર્મનીની આર્થિક રાજધાની ફ્રેન્કફર્ટમાં ૭૫ વર્ષ જુનો વિશ્વયુધ્ધના સમયનો ૫૦૦ કિલો વજન ધરાવતો બોંબ મળી આવ્યો હતો. જયાં બોંબ મળ્યો તેની આસપાસના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો.

જર્મનની ડીડબ્લ્યુ વેબસાઇટના જણાવ્યા અનુસાર શહેરમાં  સિટી સેન્ટર પાસે રહેતા ૧૩૦૦૦  લોકોનું સ્થળાંતર કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બોંબ મળવાની માહિતી મળવાની સાથે જ આસપાસના ૭૦૦ મીટર વિસ્તારમાં રહેતા લોકો પોતાના ઘર ખાલી કરીને જવા લાગ્યા હતા. બોંબ મળવોએ પ્રથમ ઘટના નથી અગાઉ પણ વિશ્વયુધ્ધ દરમિયાન ઉપયોગ થયેલા બોંબ મળ્યા છે. ગત ઓકટોબર માસમાં જર્મન પોલીશ સરહદ પાસે પણ બોંબ મળ્યો હતો. જો કે હાલમાં ફેન્કફર્ટ ખાતે જે બોંબ મળ્યો તે રહેણાંક વિસ્તારની નજીક બાંધકામ ચાલતું હતું ત્યાં હતો.  

 ગત જુન મહિનામાં પણ ૫૦૦ કિલો વજન ધરાવતો બોંબ શહેરના કન્વેન્શન સેન્ટર પાસેથી મળ્યો હતો. જુલાઇ ૨૦૧૯માં યૂરોપિય કેન્દ્રીય બેંકના મુખ્ય કાર્યાલય પાસે એક મોટો વિસ્ફોટક મળ્યો હતો.આ દરમિયાન પણ ૧૬૫૦૦ લોકોને હટાવવા પડયા હતા. સપ્ટેમ્બર ૨૦૧૭માં ફેન્કફર્ટમાંથી બે ટનનો બોંબ નિષ્ક્રિય કરવા માટે લગભગ ૬૫ હજાર નિવાસીઓનું હંગામી સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

 એક શહેરમાંથી આટલી મોટી સંખ્યામાં લોકોએ ઘર છોડીને જવું પડયું હોય એવી પ્રથમ ઘટના હતી. ગત રવીવારે મળેલા બોંબનું કદ અને ડિઝાઇન જોતા સૌથી મોટું નુકસાન થવાની શકયતા હતી. અધિકારીઓએ ચેતવણી આપી કે આ બોંબને નિષ્ક્રિય કરવામાં કલાકો લાગી શકે છે. તકેદારીના ભાગરુપે સવાર થી સાંજ સુધી ટ્રેનોની ફ્રિકવન્સી અને રુટમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. બીજા વિશ્વયુધ્ધ દરમિયાન ઇંગ્લેન્ડ અને સાથી સેનાઓ દ્વારા ફેન્કફર્ટમાં મોટા પાયા પર બોંબમારો થયો હતો. આ બોંબમારાથી જર્મનીનું આ મધ્યયુગીન શહેર બરબાદ થઇ ગયું હતું અને ૫ હજારથી વધુ લોકોના મોત થયા હતા.