છ વર્ષના બાળકે 67 લાખના સામાનની ચોરી કરી, માતા પિતાએ ટ્રેનિંગ આપી હતી!
સૌથી ખાસ વાત તો એ છે કે આ ચોરી કરવાની ટ્રેનિંગ તેના મા બાપે જ આપી હતી. મા બાપે શીખવેલા રસ્તા ઉપર ચાલીને આ બાળકે એક દુકાનમાંથી 18 કેરેટ સોનાની ઘડિયાળની ચોરી કરી લીધી, જેની કિંમત 67 લાખ રુપિયા છે. દુકાનદારને દગો આપવા બાળકે અસલી ઘડિયાળની જગ્યાએ નકલી ઘડિયાળ પણ ગોઠવી દીધી.
આ ઘટના બ્રિટનની છે. ઇલી પારા અને માર્ટા પારા નામનું દંપતિ ચોરીની આ ઘટના પહેલા એક શો રુમમાં ગયા હતા. તે દરમિયાન તેમણે એક ઘડિયાળનો ફોટો લઇ લીધો. તેના પાંચ દિવસ બાદ ફરી વખત આ દંપતિ પોતાના છ વર્ષના બાળક સાથે આ જ સ્ટોરમાં જાય છે. જે દરમિયાન આ બાળક ઘડિયાળની ચોરી કરી લે છે.
સ્ટોરના માણસોને દગો આપવા માટે આ દંપતિએ પુરતી તૈયારી અને પ્લાન પણ કર્યો હતો. તેમણે પોતાના બાળકને એક નકલી ઘડિયાળ આપી હતા, જે ચોરી કરવાની હતી તે ઘડિયાળની જગ્યા પર રાખી દીધી. જેના કારણે સ્ટોરના માણસો આ ચોરીને તરત પકડી ના શક્યા. આગલા દિવસે જ્યારે સ્ટાફને આ નકલી ઘડિયાળ વિશે ખબર પડી તો તેમણે તરત જ પોલિસને તેની સુચના આપી. આ ચોરીને અંજામ આપ્યા બાદ રોમાનિયાના રહેવાસી આ દંપતિ બ્રિટન છોડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ સફળ થાય તે પહેલા જ પોલિસે તેમની ધરપકડ કરી લીધી છે.