બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાતમાં 8 બેઠકો પર પેટા ચૂંટણી જાહેર, જાણો મતદાન ક્યારે...

ગુજરાતમાં કોરોના કાળમાં ઇલેક્શન કમીશન દ્વારા આઠ બેઠકોની પેટા ચુંટણી જાહેર કરવામા આવી છે તો મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો

અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કપરાડા, કરજણ અને ડાંગ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર કરાઈ

10 નવેમ્બરના રોજ યોજાશે મતદાન જયારે 
3 નવેમ્બરના રોજ યોજાશે મતગણતરી

કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા આ બેઠકો ખાલી પડી હતી જે8 બેઠકો પર જામશે ચૂંટણી જંગ

અગાઉ આ આઠ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો પરિણામે કૉંગ્રેસ દ્વારા આ બેઠકો ના સક્ષમ ઉમેદવારની શોધ ચલાવવામાં આવી રહી છે. આ માટે બેઠક દીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી જેની પ્રાથમિક ત્રણ નામોની યાદી હાઈકમાન્ડ સમક્ષ મોકલી આપવામાં આવી છે.

હાલના કોરોના સંજોગોમાં વર્તમાન ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની કામગીરી ખરડાયેલી છે. એકબાજુ ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મામલે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે તેને ધ્યાનમાં રાખીને પેટા ચૂંટણીની રણનીતિ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધનો વંટોળ ઉપડયો છે. આ 8 બેઠક પર ચૂંટણી જંગ જામશે