બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ: પાવાગઢ પર્વત પરથી પડતા ધોધથી સર્જાયો આલ્હાદક નજારો...

પંચમહાલ જિલ્લામાંલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે.જીલ્લાના તમામ તાલુકાઓમા વરસાદ  નોંધાયો છે.દક્ષિણ પંચમહાલનો વિસ્તાર પ્રાકૃતિક વનરાજી સૌદર્યથી ભરપુર છે.જેમા હાલોલ તાલુકામા પાવાગઢ પર્વત આવેલો છે.જેન ટોચ ઉપર મા મહાકાલીનૂ મંદિર આવેલુ છે.  જાંબૂઘોડામા તાલુકામા લીલીછમ પહાડીઓ પણ વન્યપ્રાણી અભયારણ્ય આવેલૂછે.ચોમાસાને લઇને આ વિસ્તાર લીલોછમ થવા પામ્યો છે.ઘોંઘબા તાલુકામાં હાથણીમાતાનો ધોધ પણ શરુ થઇ ગયો છે.


જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને પગલે પાવાગઢ મા પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. પાવાગઢ ડુંગર પર કુદરતે લીલી જાજમ પાથરી હોય તેવા આહલાદક દ્દશ્યો નજરે પડી રહ્યા છે. પર્વતમાળામાં ખીલી ઉઠેલી વનરાજી તથા પાવાગઢ પર્વત ના ધોધ સહેલાણીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બની રહ્યા છે.ચારે તરફ ઘનઘોર જંગલોથી ઘેરાયેલા પાવાગઢ પર્વત પરથી દરમિયાન અહીં રમણીય નજારો સર્જાય છે.