બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ભારતનો એક મહાન ખેલાડી જેને આખી દુનિયા યાદ કરે છે, જુઓ આ ખેલાડીની જાદુગરી: મેજર ધ્યાનચંદ...

ભારતનો એક મહાન ખેલાડી જેને આખી દુનિયા યાદ કરે છે, જુઓ આ ખેલાડીની જાદુગરી

 

જીહા અમે વાત કરી રહ્યા છીએ ભારતના એવા ખેલાડીની કે જેણે હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે.આવો વાત કરીએ આ મહાન ખેલાડી મેજર ધ્યાનચંદની..

 

29 ઓગસ્ટ આ મહાન રમતવીરની જન્મજ્યંતી છે. અને તેમનો જન્મ દિવસ ભારતમાં ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ 1905માં પ્રયાગરાજ (ઇલાહાબાદ) માં મેજર ધ્યાનચંદનો જન્મ થયો હતો.દુનિયામાં જે રીતે તેમને નામના મેળવી છે તે જોતા સૌ કોઇ એવું જ વિચારે કે આ મહાન ખેલાડીમાં બાળપણથી જ વિશેષ લક્ષણ હશે, પરંતુ એવું ન હતુ. તેમનામાં હોકીની પ્રતિભા જન્મજાત ન હતી. તેમને અથાગ મહેનત અને સંકલ્પના સહારે આટલી મોટી સફળતા હાંસલ કરી હતી.

 

સાધારણ શિક્ષા પ્રાપ્ત કરી 16 વર્ષની ઉંમરે 1922માં દિલ્લીમાં પ્રથમ બ્રાહ્મણ રેજીમેન્ટમાં સેનામાં એક સિપાહી તરીકે ભરતી થયા હતા. રેજીમેન્ટના બીજા સુબેદાર મેજર ત્રીપાઠી એ જો મેજર ધ્યાનચંદને હોકી રમવા માટે પ્રેરિત ન કર્યા હોત તો આપણી પાસે વિશ્વનો મહાન રમતવીર ન હોત. મેજર ત્રીપાઠી પોતે એક હોકીના ચાહક અને રમતવીર હતા.તેમની દેખરેખમાં ધ્યાનચંદ એ હોકી રમવાનુ શરુ કર્યુ હતુ. અને જોત જોતામાં દુનિયાના મહાન રમતવીર બની ગયા.

 

મહાન ખેલાડી ધ્યાનચંદે 1928, 1932, અને 1936 ઓલિમ્પિકમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ.ભારતે ત્રણેય ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. હોકીમાં તેમણે જે સિદ્ધિ મેળવી છે તે કારણે જ તેમણે વિશ્વના મહાન રમતવીરોમાં નામના મેળવી છે.જેવી રીતે બોલ તેમની હોકી સ્ટીકમાં ચીપકી રહેતો તેનાથી પ્રતિસ્પર્ધી ખેલાડીને આશંકા જતી કે તેઓ જાદુઇ સ્ટિકથી રમી રહ્યા છે. ત્યારે એવી અફવાઓ પણ ઉડી હતી કે તેમની હોકીમાં લોહી ચુંબક છે જેનાથી બોલ હોકી સાથે ચોટી જાય છે. હોલેન્ડમાં લોકોએ તેમની હોકી સ્ટિક પણ તોડાવી હતી. જોકે બાદમાં તે અફવા જ સાબિત થઇ હતી.

 

બ્રેડમેન અને ધ્યાનચંદની મુલાકાત

ક્રિકેટમાં ડોન બ્રેડમેન મહાન છે અને એક સંયોગ છે કે જગતની આ બે મહાન હસ્તીનો જન્મ દિવસ બે દિવસના અંતરમાં છે.દુનિયા 27 ઓગસ્ટ ડોન બ્રેડમેનના જન્મ દિવસને ઉજવે છે જ્યારે 29 ઓગસ્ટ ધ્યાનચંદને નમન કરે છે. બ્રેડમેન અને ધ્યાનચંદ પોત પોતાની રમતમાં માહિર હતા. આ બંને હસ્તીની મુલાકાત ફક્ત એક જ વખત થઇ હતી.  1935 જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને અને ન્યુઝીલેન્ડના પ્રવાસે ગઇ હતી ત્યારે મુલાકાત થઇ હતી.

 

મેજર ધ્યાનચંદને સન્માન

ભારતનુ પ્રતિષ્ઠ નાગરિક સન્માન પદ્મભૂષણથી 1976માં તેમને નવાજવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમણે 400થી પણ વધુ ગોલ કર્યા છે. અને એપ્રિલ 1949માં પ્રથમ કક્ષાની હોકી ખેલમાંથી તેમણે સંન્યાસ લીધો હતો.