બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પ્રચંડ ધમાકાથી લોકો ભયમાં મૂકાયા પેરિસમાં અને પછી ખબર પડી અવાજની...

2020નું વર્ષ શરુઆતથી જ મુસીબતોનું વર્ષ રહ્યું છે. કોરોના વાયરસ મહામારી હોય કે પછી અન્ય કુદરતી આફત. આ વર્ષે અનેક લોકોના જીવ પણ ગયા છે. ત્યારે બુધવારે ફ્રાંસની રાજધાની પેરિસમાં એક પ્રચંડ ધમાકાનો અવાજ સંભળાયો. માત્ર પેરિસ જ નહીં પરંતુ તેની આસપાસના વિસ્તારમાં પણ લોકોએ આ પ્રચંડ વિસ્ફોટને સાંભળ્યો. આ ધમાકાની અવાજના કારણે લોકો ભયભીત થઇ ગયા. લોકોને તો એમજ હતું કે કોઇ બોમ્બ વિસ્ફોટ થયો છે અથવા તો ક્યાંક વિસ્ફોટ થયો છે. હજુ તો લેબનાની રાજધાની બૈરુતમાં થયેલા વિસ્ફોટની ઘટના હજુ તાજી છે. જેના કારણે લોકોમાં આવો ભય ઉબો થાય તે સ્વાભાવિક છે.


વિસ્ફોટના કારણે લોકોએ તરત ઇમરજન્સી સર્વિસને ફોન પણ કર્યા. તો કેટલાક લોકોએ કહ્યું કે વિસ્ફોટના કારણે તેમના ઘર પણ હલ્યા. જો કે ત્યારબાદ પોલીસે સ્પષ્ટતા કરી કે આ અવાજ કોઇ બોમ્બ વિસ્ફોટનો નહોતો પરંતુ એક ફાઇટર જેટ વિમાનનો હતો. આ વિમાને સાઉન્ડ બેરિયર તોડ્યું જેના કારણે આ અવાજ ઉત્પન્ન થયો હતો. પોલીસે આ વિશે ટ્વિટ કરીને પણ જણાવ્યું કે, પેરિસ અને તેની આસપાસના વિસ્તારમાં પ્રચંડ ધમાકો સંભળાયો છે. આ કોઇ ધમાકો નહોતો પરંતુ એક ફાઇટર જેટનો અવાજ હતો જેણે સાઉન્ડ બેરિયર તોડ્યું હતું.


સાઉન્ડ બેરિયર થવા તો સોનિક બેરિયરનો સંબંધ અવાજની ઝડપ સાથે છે. સાઉન્ડ બેરિયર તોડવાનો અર્થ થાય છે કે અવાજની ગતિ જેટલી ઝડપે પહોંચવું કે તેનાથી પણ વધારે ઝડપ પ્રાપ્ત કરવી. સામાન્ય સંજોગોમાં અવાજની ઝડપ 1234 કિમી પ્રતિ કલાકની હોય છે.