બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

એક મહિના પહેલા ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં શિયાળાની શરૂઆત...

સામાન્ય રીતે ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં ઓક્ટોબરના અંતથી શિયાળો શરૂ થાય છે. આ દરમિયાન ઠંડીનું આગમન સામાન્ય હિમપાતથી થાય છે પણ આ વર્ષે યુરોપના આ ત્રણેય દેશમાં શિયાળો 1 મહિનો વહેલો બેસી ગયો છે. શનિવારે આલ્પ્સ પર્વતના પહાડી વિસ્તારો, રસ્તા અને રહેણાક વિસ્તારોમાં બરફની ચાદર પથરાઇ ગઇ.

  • તાપમાન માઇનસ 2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું.
  • રાત્રે થયેલી બરફવર્ષા જોઈને સવારે લોકો ચોંકી ગયા હતા.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આ વિસ્તારોમાં 10 ઇંચ સુધી બરફવર્ષા થઇ. તાપમાન પણ માઇનસ 2 ડિગ્રી સુધી પહોંચી ગયું. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે શિયાળો શરૂ થતાં જ ક્યારેય આટલી બરફવર્ષા નથી થઇ. સ્વિટ્ઝર્લેન્ડના હવામાન વિભાગ અને જર્મનીની ઇન્સ્ટિટ્યૂટ આૅફ મેટેરોલોજીના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન લોકો ઘરમાં કેદ રહ્યા. આ દરમિયાન પ્રકૃતિમાં હકારાત્મક ફેરફાર જોવા મળ્યા.