બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

QUAD દેશોની સાથસાથે દરિયાઈ સુરક્ષાનું નવું અધ્યાય

દરિયાઈ સુરક્ષા અને જાગૃતતા વધારવાના હેતુથી ક્વાડ દેશો ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એ મળીને ઇતિહાસ રચ્યો છે. ચારેય દેશોના કોસ્ટગાર્ડ અધિકારીઓને એક સાથે જોડતો ‘QUAD at Sea Ship Observer Mission’ શરૂ કરવામાં આવ્યો છે. આ મિશન હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ખૂણેખૂણે સુરક્ષા, નિયમિતતા અને દ્રઢ સહયોગ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ છે.


USCGC સ્ટ્રેટન પર સૌપ્રથમ વખત ચારે દેશના અધિકારીઓ સાથે

આ મિશન અંતર્ગત દરેક દેશના બે અધિકારીઓ (જેમામાં મહિલા અધિકારીઓનો પણ સમાવેશ છે)ને અમેરિકી કોસ્ટ ગાર્ડના જહાજ USCGC સ્ટ્રેટન પર તૈનાત કરવામાં આવ્યા છે. આ 418 ફૂટ લાંબું જહાજ હાલમાં ગુઆમ તરફ ચાલી રહ્યું છે. આ પહેલ, સપ્ટેમ્બર 2023માં યોજાયેલી QUAD લીડર્સ સમિટ દરમિયાન અપનાવાયેલ વિલ્મિંગ્ટન ઘોષણાઓનો એક ભાગ છે. મિશનનો મુખ્ય હેતુ એ છે કે સમગ્ર ઈન્ડો-પેસિફિક વિસ્તાર ખુલ્લો, સુરક્ષિત અને નિયમ આધારિત બને.


આ પ્રથમ વખત છે કે જ્યારે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના કોસ્ટગાર્ડ અધિકારીઓ એક જ જહાજ પર સાથે કામગીરી કરી રહ્યા છે. इससे ચારેય દેશોની વચ્ચે સહયોગ, વિશ્વાસ અને દરિયાઈ દેખરેખ ક્ષમતાને નવી દિશા મળશે.


ભારતની નીતિ ‘SAGAR’થી જોડાયેલ સફળ ભાગીદારી

ભારતીય કોસ્ટગાર્ડની આ મિશનમાં સક્રિય ભૂમિકા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ‘SAGAR’ (Security and Growth for All in the Region) વિઝન સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. હિંદ-પ્રશાંત મહાસાગર ભારત માટે માત્ર વ્યૂહાત્મક નથી, પણ તે આર્થિક અને રક્ષણાત્મક રૂપે પણ અત્યંત મહત્વપૂર્ણ છે.


આ મિશનથી ભારતને નવિન દૃષ્ટિકોણ અને બહુરાષ્ટ્રીય સહયોગ સાથે દરિયાઈ પડકારોનો સામનો કરવા માટે નવી તાકાત મળશે. એટલું જ નહીં, આવનારા સમયમાં આ પ્રકારના મિશન દ્વારાં search & rescue, illegal fishing, અને disaster response જેવી પ્રવૃત્તિઓમાં પણ સંયુક્ત પ્રતિક્રિયાની તાકાત વધી જશે.