બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સુશાંતના મોત પર આવ્યો નવો વળાંક AIIMS ના ડૉકટરો એ શું કહ્યું તે જાણો..

AIIMSની પેનલે સુશાંતની હત્યાની શંકા નકારી કાઢી, પેનલના હેડ ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું- આ ક્લિયર કટ આત્મહત્યાનો કેસ છે.AIIMSની ટીમે થોડા દિવસ પહેલાં CBIને તપાસ રિપોર્ટ સોંપ્યો હતો.તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુશાંતે આત્મહત્યા જ કરી હતી.

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 110 દિવસ પછી મોટો ઘટસ્ફોટ થયો છે. કેસમાં CBIની મદદ કરી રહેલી AIIMSની પેનલે તેના રિપોર્ટમાં હત્યાની શંકાને નકારી કાઢી છે. રિપોર્ટ્સ મુજબ, AIIMSની પેનલના હેડ ડૉ. સુધીર ગુપ્તાએ એક વાતચીતમાં કહ્યું હતું કે આ ક્લિયર કટ આત્મહત્યાનો કેસ છે. તેનું મર્ડર નથી થયું. જોકે હજુ સુધી CBI તરફથી આની ઓફિશિયલ પુષ્ટિ થવાની બાકી છે.

વિસેરામાં ઝેર મળ્યું ન હતું

સુશાંતના ઓટોપ્સી રિપોર્ટની તપાસ માટે 21 ઓગસ્ટે ડૉ. સુધીર ગુપ્તાની લીડરશિપ હેઠળ AIIMSના પાંચ ડોક્ટર્સની ટીમ બનાવવામાં આવી હતી. ટીમ 20 સપ્ટેમ્બરે રિપોર્ટ સબમિટ કરવાની હતી, પણ 8 દિવસ મોડું થયું. 28 સપ્ટેમ્બરે AIIMS દ્વારા રિપોર્ટ CBIને સોંપવામાં આવ્યો.