બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

છેલ્લા બે વર્ષમાં સંખ્યાબંધ છબરડા છતાં નાગરિક પૂરવઠા નિયામકના પેટનું પાણી નથી હલતું

ગુજરાત સરકારના અન્ન-પુરવઠા વિભાગની કામગીરી દિવસેને દિવસે  કથળતી જઈ રહી છે.જેના કારણે રાજ્ય સરકારને બદનામી મળી રહી છે.ગત સપ્તાહે, નિયામક નાગરિક પુરવઠાનું  તુવર દાર ખરીદીનું કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું જેના કારણે વિધાનસભામાં પણ અન્ન-નાગરિક પુરવઠા વિભાગને જવાબ આપવામાં મુશ્કેલી પડી હતી.ત્યારબાદ ચણાની ખરીદીની ગેરરીતિની ફરિયાદો પણ સરકાર સમક્ષ આવી છે.

અન્ન નાગરિક પુરવઠા નિયામકના જિદ્દી વલણ અને બિનકાર્યક્ષમ વહીવટને કારણે રાજ્યના સંખ્યાબંધ ગોડાઉનોમાં સ્ટોરેજ કરાવેલો કઠોળનો જથ્થો બગડીને પાવડર થઈ ગયેલ હોવાના અહેવાલો બહાર આવી રહ્યા છે.આમ રાજ્ય સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.

રાજ્યમાં 2020માં ટેકાના ભાવે ચણાની ખરીદી કરી જુદા-જુદા ગોડાઉનોમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો.આવો જ એક બે લાખ કિલો ચણાનો સ્ટોક સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સ્થિત સડી જઈ બગડી ગયો છે.

પાટડીના માર્કેટયાર્ડમાં નાગરિક પુરવઠા વિભાગે ગોડાઉન કરી બે લાખ કિલો કરતા વધુ સ્ટોક રાખ્યો હતો.તાજેતરમાં ગોડાઉનની તપાસ કરતા પૂરો સ્ટોક સડી જઈ પાવડર બની ગયો છે .આતો એક ગોડાઉનની વાત બહાર આવી છે.જો તાપસ કરવામાં આવે તો 100 કરતા વધુ ગોડાઉનોમાં આજ પ્રકારે જુદા જુદા કઠોળ બગડી ગયેલા માલુમ પડે તેમ છે.
આ બધી વહીવટી બાબતોમાં જવાબદાર નિયામક, નાગરિક પુરવઠાની તપાસ થાય તો ઘણી અનિયમિતતા બહાર આવે તેમ છે