બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમદાવાદના થલતેજમાં ડોક્ટરના ઘરમાં ધુસી બંદુકની અણીએ લુંટ ચલાવી

અમદાવાદ શહેરના પોષ વિસ્તાર ગણાતા એવો થલતેજ વિસ્તારમા સોમવિલા બંગલો આવેલો છે. જ્યાં આજે સમી સાંજે સોમવિલા બંગલોમાં એક શખ્સ ઘસી આવ્યો હતો. અને છરીની અણીએ મકાન માલિક જોડે લૂંટ ચલાવી હતી. લૂંટની રકમ હજી સુધી પોલીસ ચોપડે નોંધાઇ નથી. પરંતુ ફરિયાદીના જણાવ્યા અનુસાર એક સોનાની વીંટી તથા અન્ય કિંમતી વસ્તુઓની લૂંટ ચલાવી છે.

  • કિડની સ્પેશિયાલિસ્ટના પુત્રના પગ સેલોટેપ-હાથ ચાર્જરના વાયરથી બાંધી લૂંટારો સોનાના દાગીના ચોરી ગયો.


અમદાવાદ શહેરમાં ફરી એક વખત લૂંટના સિલસિલા બનવા લાગ્યા છે. તાજેતરમાં જ થોડા દિવસો પહેલા વસ્ત્રાપુર સહિત સોલામાં કુલ 3 જેટલી લૂંટની ઘટના બનવા પામી છે. જેમાં હજુ સુધી પોલીસ મુખ્ય આરોપીઓ સુધી પહોંચવાઆ નિષ્ક્રિય સાબિત થઈ છે. ત્યારે થલતેજ વિસ્તારમાં આવેલા સોમવિલા બંગલોઝમાં તબીબના મકાનમાં થયેલી લૂંટની ઘટના અંગે પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


લોકડાઉન બાદ અનલોકમાં પડી ભાંગેલા નાના-મોટા વેપારીઓથી લઈને અન્ય કેટલાય વેપાર ઠપ્પ થઈ ગયા છે. ત્યારે ગુનો આચરનારા ગુનેગારોની દુનિયામાં પણ મંદીનો મહોલ વર્તાઈ રહ્યો છે. આથી લોકડાઉન બાદ ગુંનેગારીના ગ્રાફમાં ધીમેધીમે વધારો થતો જોવા મળે છે.