બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સુશાંતના અપમૃત્યુ બાદ એ.આર. રહેમાને કર્યો મોટો ખુલસો

બોલીવુડના રાઈઝીંગ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ બાદ હિન્દી સિનેમા જગતમાં જૂથવાદ અને નેપોટીઝમ અંગે એક પછી એક ખુલાસાઓ થઇ રહ્યા છે અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રી કંગના રાણાવતે અનેક હસ્તીઓને નિશાન બનાવ્યા છે, હવે પ્રખ્યાત સંગીતકાર એ.આર. રહેમાને પણ ફિલ્મ જગતના જૂથવાદ સામે મોં ખોલ્યું છે. સુશાંતના અપમૃત્યુ બાદ એ.આર. રહેમાને હિન્દી સિનેમા જગતમાં જૂથવાદ અંગે મોટો ખુલાસો કર્યો છે.

 



મારી વિરુદ્ધ એક મોટી ગેંગ

સંગીતકાર એ.આર. રહેમાને રેડિયો મિર્ચીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં મેં ફક્ત 5 ફિલ્મો જ કરી છે, જે ખૂબ ઓછી છે. બોલીવુડમાં એક ગેંગ છે, જે મારી વિરૂદ્ધ કામ કરી રહી છે. આ ગેંગ મારા અંગે  ખોટી અફવાઓ ફેલાવી રહી છે જેના કારણે મને ઓછી ફિલ્મો મળી રહી છે, મારી પાસે મોટી ફિલ્મો નથી.


મુકેશ છાબડાને મારી પાસે આવતા રોકવામાં આવ્યા

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા છે જેના ડાઈરેક્ટર મુકેશ છાબડા છે. આ ફિલ્મને એ.આર. રહેમાને સંગીત આપ્યું છે.  રહેમાને કહ્યું કે જ્યારે મુકેશ છાબડા મારી પાસે આવ્યા ત્યારે તેમણે મને કહ્યું કે ઘણા લોકોએ મને તમારી પાસે આવતા અટકાવ્યા હતા, એટલું જ નહીં તેમણે મને મારી સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી, જે પછી મને ખબર પડી કે મારી પાસે સારી ફિલ્મો કેમ નથી આવતી. એ.આર. રહેમાને કહ્યું કે મારી વિરુદ્ધ કામ કરી રહેલી આ ગેંગના માફિયાઓ એ જાણતા નથી કે તે મારી સાથે ફિલ્મ ઉદ્યોગ અને સંગીત બંનેને નુકસાન પહોચાડી રહ્યા છે.

 

'હું ભગવાન પર વિશ્વાસ કરું છું અને ભાગ્યમાં વિશ્વાસ કરું છું'


રહેમાને કહ્યું કે મને ભગવાનમાં પૂરો વિશ્વાસ છે અને હું નસીબમાં પણ વિશ્વાસ કરું છું, મારા નસીબમાં જે છે તે મને મળશે, કોઈ તેને રોકી શકશે નહીં. હું મારું કામ ખૂબ જ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે કરું છું મારી પાસે જે મુવી લઈને આવશે એ નિરાશ નહિ થાય.




બે ઓસ્કાર મળેલા છે છતાં જૂથવાદનો બન્યા ભોગ

સંગીતક્ષેત્રે એ.આર. રહેમાનનું નામ પૂરી દુનિયામાં જાણીતું છે. સંગીત ક્ષેત્રે યોગદાન બદલ એમને બે ઓસ્કાર એવોર્ડ પણ મળેલા છે. વિચાર કરો, પોતાની પ્રતિભાથી દુનિયામાં પોતાનું નામ કરનારને પણ બોલીવુડમાં જૂથવાદનો ભોગ બનવું પડ્યું છે. આ એજ દર્શાવે છે કે બોલીવુડમાં પરિવારવાદ, જૂથવાદ અને નેપોટીઝમનું દુષણ કેટલી હદે પહોંચી ગયું છે જે પ્રતિભાવંત લોકોનો ભોગ લઇ રહ્યું છે. એ.આર. રહેમાન પહેલા પ્રખ્યાત સિંગર સોનુ નિગમે પણ બોલિવૂડમાં એક સક્રિય ગેંગનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ લોકો નવા ગાયકોને હેરાન કરે છે, જે યોગ્ય નથી.