બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દિલ્લી બાદ ઉત્તરપ્રદેશ માં બન્યો બીજો નિર્ભયાકાંડ જેવો જ કિસ્સો..

દીકરીની કરોડરજ્જુ તોડી, જીભ કાપી નાખી; બાજરાના ખેતરમાં ઘસડી ગેંગરેપ અને રાતે 3 વાગ્યે જિંદગી સામેની લડાઈ હારી ગઈ.તેમના પિતા દ્રારા કહેવામાં આવ્યુ કેપિતા કહે છે કે આ લોકો ગામના ઠાકુર છે, આ લોકોએ મારી દીકરી સાથે ખરાબ વર્તન કર્યું એ પહેલાં મારા પિતાની પણ આંગળીઓ કાપી નાખી હતી.

ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો ભોગ બનેલી દલિત છોકરી અંતે જિંદગી સામેનો જંગ હારી ગઈ. મંગળવારે ત્રણ વાગ્યે તેણે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં જીવ ગુમાવી દીધો. 14 સપ્ટેમ્બરે ગેંગરેપ પછી બદમાશોએ તેની જીભ કાપી નાખી હતી, કરોડરજ્જુનું હાડકું તોડી નાખ્યું હતું. તે બાજરીના ખેતરમાં બેભાન હાલતમાં મળી હતી.

તેમના પિતા કહે છે કે આ લોકો મારા ગામના ઠાકુર છે. આ લોકોએ મારી દીકરી સાથે ખરાબ વર્તન કર્યું એ પહેલાં મારા પિતા સાથે પણ મારઝૂડ કરી હતી. તેમની આંગળીઓ પણ કાપી નાખવામાં આવી હતી. તેમની માનસિકતા પહેલેથી આવી જ છે. તેઓ અમને ડરાવતા-ધમકાવતા રહેતા, તેને અમે સહન કરતા અને વિચારતા કે જવા દઈએ. હવે તેમણે અમારી પુત્રીની સાથે આવો અત્યાચાર કર્યો છે.

આ ધટના પર પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી દુ:ખ વ્યકત કર્યું...