બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમદાવાદમાં ધોરણ- 6થી 8 વર્ગો શરૂ કરવા વાલીઓનો કરવામાં આવ્યો સર્વે, વાલીઓએ જણાવ્યા તેમના મંતવ્યો

હાલ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શાંત થઈ ગઈ છે અને હવે કોરોના કેસમાં ઘટાડો થયો છે. તેમજ ધંધા-રોજગાર પણ પાટે ચડી ગયા છે. આમ રાજ્ય હવે સંપૂર્ણ અનલોક થવા તરફ જઈ રહ્યું છે. હવે રાજ્ય સરકાર શિક્ષણને પણ તબક્કાવાર અનલોક કરવા વિચારણા કરી રહી છે. જે સરકારે પણ એકબાદ એક ધોરણ શરૂ કરવામાં આવી રહ્યા છે. તેના કારણે પ્રાથમિક શિક્ષણ પણ શરૂ કરવા અને તેમાંય ધોરણ 6થી 8 ના ઓફલાઇન વર્ગો (Offline classes)ચાલુ થવાની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે અમદાવાદની ખાનગી શાળાઓએ હાથ ધરેલા સર્વેમાં 58 ટકા વાલીઓ બાળકોને શાળાએ મોકલવા તૈયાર છે. કેન્દ્ર સરકારે પણ દરેક રાજ્યો પાસે ઓફ લાઈન સ્કૂલો શરૂ કરવા અંગેનો રિપોર્ટ મંગાવ્યો હતો. બીજી તરફ સ્કૂલો કડક હેલ્થ પ્રોટોકોલ્સ અને સરકારી માર્ગદર્શિકાનું પાલન કરીને વિદ્યાર્થીઓને આવકારવા તૈયાર છે.

ગુજરાત સરકારને આશા છે કે જુલાઈ મહિનામાં 12 થી 18 વર્ષના બાળકો માટે રસી બજારમાં આવી જશે. જો રસી બજારમાં આવશે તો સ્કૂલોમાં વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરાશે. ત્યારપછી સંપૂર્ણપણે સ્કૂલ શરૂ કરી દેવાશે. જો કે હાલમાં રાજ્યમાં હવે ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા માટે બેઠકોનો દોર સતત ચાલી રહ્યો છે. ત્યારે આવામાં ઉદગમ સ્કૂલ અને ઝેબર સ્કૂલે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓના 1,850 વાલીઓનો ઓફલાઈન વર્ગો શરૂ કરવા અંગે સર્વે કરવામાં આવ્યો હતો. અને આ સ્કૂલો શરૂ કરવા માટે તેમની ઈચ્છા જાણવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો જે પૈકી 1,323 વાલીઓએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. જેમાં ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓના 58 ટકા એટલે કે 778 વાલીઓએ સરકારની મંજૂરી આપી હતી અને પોતાના સંતાનોને શાળાએ મોકલવા માટે તત્પરતા દર્શાવી હતી. જો કે વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલે મોકલવા કેટલા ઈચ્છુક છે તે જાણવા અને પહેલેથી જ તમામ જરૂરિયાતો સાથે સજ્જ રહવાના આશયથી અમે આ કવાયત હાથ ધરી હતી.

રાજયના આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરતા પહેલા એક અભ્યાસ કરાવાશે. આરોગ્ય વિભાગના અહેવાલના આધારે શિક્ષણ વિભાગ નિર્ણય લેશે.આરોગ્ય વિભાગ ચોક્કસ એસ.ઓ.પી.નું પાલન કરવાનો આગ્રહ રાખે તો તે એસ.ઓ.પી. કયાં પ્રકારની રાખવી તે તમામ બાબતોને નક્કી કરીને સરકાર નિર્ણય કરશે.