બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

દિલ્હી ખાતે કોંગ્રેસ સોશિયલ મીડિયા નેશનલ એક્ઝિક્યુટિવ 'દૃષ્ટિ 2021' નો બે દિવસીય કાર્યક્રમ યોજાયો

તારીખ ૧૭-૧૮/૦૯/૨૦૨૧ ના રોજ સોશિયલ મીડિયા વિભાગના અધ્યક્ષ શ્રી રોહન ગુપ્તાના નેતૃત્વમાં દિલ્હી ખાતે કોંગ્રેસ સોશિયલ મીડિયા નેશનલ એક્ઝિક્યુટિવ 'દૃષ્ટિ 2021' નો બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો.

"દ્રષ્ટિ 2021" ના પ્રથમ દિવસની શરૂઆત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ ડો.શશી થરૂરે કરી હતી. ત્યારબાદ શ્રી પવનકુમાર બંસલ, મીડિયા વિભાગના અધ્યક્ષ શ્રી રણદીપ સિંહ સુરજેવાલા, ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમજી, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું માર્ગદર્શન મેળવ્યું.



દેશના લોકપ્રિય નેતા શ્રી રાહુલ ગાંધીજીએ પણ 'દ્રષ્ટિ 2021' માં ભાગ લઈને સોશિયલ મીડિયાના યોદ્ધાઓને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી રાહુલ ગાંધીજીએ સોશિયલ મીડિયાના યોદ્ધાઓ સાથે 2 કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરી અને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં, તેમણે કોંગ્રેસના સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી રહેલા કામની પ્રશંસા કરી અને જૂઠ, દ્વેષ અને વિભાજનકારી શક્તિઓ સામે લડવા અને સત્ય સાથે ઊભા રહેવાની હાકલ કરી હતી.



સોશિયલ મીડિયા યોદ્ધાઓને શ્રીનપવન ખેડા જી, સુપ્રિયા શ્રીનેત જી, પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ જી, મીડિયા કોઓર્ડિનેટર પ્રણવ ઝા જી, વિનિત પુનિયા જી પાસેથી સોશિયલ મીડિયા 'દ્રષ્ટિ 2021' માં માર્ગદર્શન પણ મેળવ્યું.

કોંગ્રેસ સોશિયલ મીડિયા 'દૃષ્ટિ 2021' ના સમાપન સમયે, દેશભર માંથી આવેલા કોંગ્રેસ સોશિયલ મીડિયાના યોદ્ધાઓ એ જૂઠ, નફરત અને વિભાજનકારી શક્તિઓ સામે લડવાના અને પક્ષ દ્વારા આપવામાં આવેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવાના શપથ લીધા હતા.