બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગુજરાત વિધાનસભા ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ

સત્ય, અહિંસા, પ્રેમ અને કરુણાને વરેલા તથા અંત્યજોના ઉદ્ધારક, અસ્પૃશ્યતા નિવારક, નશાબંધી, સ્વાવલંબન અને સ્વદેશીનો વંટોળ ઉભો કરનાર મહાપુરુષ અને ગ્રામોદ્ધારક પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે  ગુજરાત વિધાનસભા અધ્યક્ષ  રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા વિધાનસભા પટાંગણમાં આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને અને વિધાનસભા ગૃહ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ આપીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.


       


આ પ્રસંગે  ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે ગાંધીજીના જીવન સંદેશને આપણે સૌએ આત્મસાત કરવો જોઈએ. પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરી સમગ્ર રાષ્ટ્ર આજે ખરા અર્થમાં તેમની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે.




આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ ધારાસભ્યઓ, વિધાનસભાના સચિવ  ડી.એમ.પટેલ, ઉચ્ચ અધિકારી/ કર્મચારીઓએ ઉપસ્થિત રહીને પૂજ્ય મહાત્મા ગાંધીજીના તૈલચિત્રને પુષ્પાંજલી અર્પણ કરી તેમના જીવનના આઝાદી સમયના પ્રેરણાદાયી સંસ્મરણો યાદ કર્યા હતા.