બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આમ આદમી પાટીઁ ગુજરાત દ્વારા જન-સંવેદના મુલાકાતનું પહેલું ચરણ નિર્વિઘ્ને સંપન્ન

એક સમયનું સુખી અને સમૃદ્ધ ગુજરાત આજે દયનીય સ્થિતિમાં છે. પોતાની આગવી ક્ષમતાઓથી સમગ્ર દેશ અને વિશ્વમાં સૌના હૃદય જીતી લેતા, સ્વભાવે સરળ અને વિનમ્ર ગુજરાતીઓ આજે કોરોના સંકટથી ભયભીત છે. આપણામાંથી લગભગ સૌ એ પોતાના કોઈને કોઈ સ્વજન આ મહામારીમાં ગુમાવ્યા છે. કરોડો લોકોને રોજગાર પૂરો પાડતા ગુજરાતમાં આજે વ્યાપાર-ધંધા પડી ભાંગ્યા છે, લાખો લોકો બેરોજગાર થયા છે, લાખો પરીવારોના માળાઓ પીંખાઈ ગયા છે. અનેક બાળકો અને વડીલો નિરાધાર બન્યા છે.

શું આ મહામારીને ટાળી શકાય તેમ નહોતી ? શું આ મહામારીમાં લોકોના જીવ બચાવવા માટે સરકારે કરેલા પ્રયાસો પૂરતા હતા ? શું વર્ષોથી સત્તામાં બેઠેલી ભાજપે આપણી સ્વાસ્થ્ય સુવિધાઓ ઉભી કરવામાં પુરતુ ધ્યાન આપ્યું છે ? શું સરકાર પાસે આ મહામારી સામે લડવા માટે કોઈ નક્કર નીતિ હતી ? શું સરકાર આપણા સૌની પીડા માટે જવાબદાર નથી ? આ તમામ સવાલોના જવાબ તપાસીશું તો જણાશે કે આ ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં બેઠેલા શાસકોની અણઆવડત અને અહંકારને લીધે જ આજે આ ગંભીર પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે.

જે થઈ ગયું છે તેને બદલી શકાય તેમ નથી પરંતુ ભવિષ્યમાં આવનારા પડકારો માટે આપણે ચોક્કસ તૈયારી કરવી પડે. કોરોના સંકટથી છુટકારા માટે તમામ નાગરિકોનું રસીકરણ કરવું તે એક માત્ર ઉપાય છે પરંતુ સરકાર રસીકરણની કામગીરીને લઈને પણ ઉદાસીન જણાઈ રહી છે. 

આપણે આશા રાખીએ કે ગુજરાતમાં તમામ નાગરિકોનું રસીકરણ જલ્દીથી જલ્દી થાય અને આપણે આ સંકટમાંથી વહેલી તકે બહાર આવીએ.

કોરોના મહામારીનો સામનો યોગ્ય રીતે ન કરી શકનાર સરકારે અનેક ભૂલો કરી છે. તેમાં સૌથી મોટી ભૂલ કોરોનામાં ભોગ બનેલ નાગરિકોના સાચા આંકડા છુપાવીને કરી છે. કોરોનાને લીધે ગુજરાતમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે પણ સરકારે આ આંકડાઓ છુપાવ્યા છે. સરકારી આંકડાઓ અને ખરેખર ભોગ બનેલા લોકોની સંખ્યામાં ખુબ મોટો તફાવત હોવાનું મનાઈ રહ્યું છે.

આમ આદમી પાર્ટી ગુજરાત માને છે કે આ તમામ પરિસ્થિતિ માટે ફક્ત ને ફક્ત ભાજપ સરકાર જ જવાબદાર છે. ભાજપ સરકાર તમામ મોરચે તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે. આ સરકાર પાસે હવે કોઈ આશા રાખી શકાય તેમ નથી. છેલ્લા ૨૫ વર્ષથી સત્તામાં બેઠેલી ભાજપ સરકારે લોકોના દુઃખ દૂર કરવાને બદલે લોકોના દુઃખોમાં વધારો જ કરવાનું કામ કર્યું છે. કોરોનામાં લોકહિતની અવહેલના કરીને ગુજરાતના લોકોની ભાવનાઓને ઠેસ પહોચાડવામાં આવી છે. આ મહામારીના કપરા કાળમાં જયારે હોસ્પિટલોમાં જગ્યા નહોતી, દવાઓ નહોતી, ઓક્સિજન નહોતો, તેવા સમયમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગુજરાતના ખૂણે ખૂણે જઈને લોકસેવા અને લોકઉપયોગી કાર્યો કરીને પોતાના રાજધર્મ અને કર્તવ્યનું પાલન કર્યું છે. આટઆટલા વર્ષો સુધી ભાજપને મત આપ્યા બાદ આજે ગુજરાતની પ્રજા છેતરાઈ હોઈ એવું અનુભવી રહી છે. સરકારી સુવિધાઓ અને વ્યવસ્થાઓના અભાવે લાખો લોકો કોરોનાના ભોગ બન્યા છતાંય સરકાર દ્વારા મૃતકોની કોઈ નોંધ લેવામાં નથી આવી. આવા સંજોગોમાં આમ આદમી પાર્ટી લોકોના દુઃખમાં સહભાગી બનવા અને મૃતકોને ન્યાય અપાવવા માટે 28 જૂને સોમનાથ મહાદેવના મંદિરથી ગુજરાતમાં જન-સંવેદના મુલાકાતના પહેલું ચરણનો પ્રારંભ કરવામાં આવ્યો, જે આજે, 28 જુલાઈ એ અંબાજી માતાના મંદિરે સમાપ્ત થયું.

આ જન-સંવેદના મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીએ મુખ્યત્ત્વે નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓ કર્યું :

ગુજરાતના ગામે ગામ જઈને કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મળીને અને મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી.

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો અહેવાલ તૈયાર કર્યો.

આગામી વિધાનસભામાં સત્તામાં આવતાની સાથે જ કોરોનામાં મૃત્યુ પામેલા ગુજરાતના તમામ મૃતકોના પરિવાર માટે આર્થિક સહયોગની ઘોષણા કરી. 

ગુજરાતના જેટલા ગામોમાં આમ આદમી પાર્ટીએ મુલાકાત લીધી, તે તમામ ગામોમાંથી એ ગામોની માટી કળશોમાં એકત્ર કરવામાં આવી અને ગુજરાતમાં ૨૦૨૨માં આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા નિર્દોષ નાગરિકોની સ્મૃતિમાં ગાંધીનગર ખાતે એક સ્મારક ઉભું કરવામાં આવશે જેના પાયામાં ગુજરાતના તમામ ગામોમાંથી એકત્ર કરેલી આ માટી અર્પણ કરવામાં આવશે.

ભવિષ્યમાં કોરોનાની ઘાતક અસરથી બચવા માટે દરેક ગ્રામજનો ફરજીયાત રસી મુકાવે એ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવ્યું.

દરેક ગામમાં નિઃશુલ્ક ઓક્સિજન તપાસ કેન્દ્રો પાર્ટી દ્વારા શરુ કરવામાં આવ્યા.

 *મુલાકાત ફલશ્રુતિ* :

આ મુલાકાતમાં આમ આદમી પાર્ટી - ગુજરાતનું શીર્ષ નેતૃત્ત્વ, પાર્ટીના સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
      
પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તમામ જીલ્લાઓને આવરી લેવામાં આવ્યા. દરેક દિવસે 6000-7000 લોકો દિલ્લીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા અને કરેલ કામ થી પ્રેરીત થઈ, આમ આદમી પાર્ટીમાં જોડાયા.યાત્રા દરમિયાન ઘણા મહાનુભાવો અને સ્થાનિક નેતાઓ તેમના સમર્થકો સાથે પાર્ટી મા જોડાયા.

ગુજરાત ના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામો ના ઘણા સરપંચ અને સ્થાનિક આગેવાનો તેમના સાથીઓ અને સમર્થકો સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા.

કેટલાક ગામ માં લોકો આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ સામે પોતાની વેદનાઓ 
આપ નેતાઓ સામે રજુ કરતા રડી પડ્યા.

દરેક જીલ્લાને ૨-૨ દિવસ આપવામાં આવ્યા અને મહત્ત્વના ગામોની મુલાકાત લેવામાં આવી.

જીલ્લામાંથી યાત્રા પસાર થઈ ગયા બાદ જે-તે જીલ્લાની ટીમ જીલ્લાના બાકી રહેલા તમામ ગામોની મુલાકાત લેવાનું ચાલુ કર્યું અને જન-સંવેદના મુલાકાતને આગળ ધપાવ્યો. 

મુલાકાતનો માર્ગ :

પ્રથમ ચરણ : ૨૮ જૂન થી ૨૮ જુલાઈ
પ્રારંભ : સોમનાથ મહાદેવ
વિરામ : અંબાજી મંદિર

ગીર સોમનાથ 
જૂનાગઢ 
પોરબંદર
દ્વારકા
જામનગર 
રાજકોટ 
અમરેલી 
ભાવનગર 
બોટાદ
સુરેન્દ્રનગર  
મોરબી 
કચ્છ  
પાટણ 
બનાસકાંઠા 

જન સંવેદના મુલાકાતનું દ્વિતીય ચરણ : ૦૬ ઓગસ્ટે ઉમિયા માતા મંદિરથી 
 પ્રારંભ થશે અને ૧૫ સપ્ટેમ્બરે ગાંધી સ્મારક, દાંડીમાં સંપન્ન થશે.