બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ભાજપ સરકાર દ્વારા ઉજવાઈ રહેલા ‘ખેડૂત દિવસ’ ની સમાંતરે આમ આદમી પાર્ટી

ગુજરાત દ્વારા ‘ખેડૂત વિરોધી ભાજપ દિવસ’ નો કાર્યક્રમ આપીને ખેડૂતોની વ્યથાઓ અને મુદ્દાઓની માહિતી આપી ભાજપ સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ મુકવા બાબતે...

આપ જાણો છો કે રૂપાણી સરકારના પાંચ વર્ષ પુરા થવા નિમીત્તે 5 ઓગસ્ટના રોજ ભાજપ “ખેડૂત દિવસ”ની ઉજવણી કરી રહ્યું છે. 27 વર્ષથી ગુજરાતને લુંટી રહેલી અને ખેડૂતોની ભાવનાઓ સાથે રમી રહેલી ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને મુર્ખ બનાવવાનો આ એક અલગ જ પ્રકારનો તાયફો છે. 

ગુજરાત સરકારની કોઈ અસરકારક એગ્રીકલ્ચર પોલિસી જ નથી.

ખેતીની આધુનિકતા તરફના પ્રયાણ માં લઈ જવા માટે ટેક્નોલૉજી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકાર તરફથી કોઈ જ ઈન્વેસ્ટમેન્ટ નથી.

હજી સુધી ગુજરાતમાં કેનાલ નેટવર્ક સંપૂર્ણ રીતે કાર્યરત નથી.

કેનાલ ઇરિગેશન ની ટકાવારી પીએસએન ખૂબ જ ઘટતી જાય છે.

શરૂઆત માં નિશ્ચિત કરાયેલા કમાન્ડ એરિયા ને ઈન્ડસ્ટ્રી ને સોંપી દેવામાં આવ્યા.
નર્મદાનાં પાણી નું પારદર્શી એકાઉન્ટ જ નથી,50% કરતાં પણ વધારે પાણીનો કોઈ હિસાબ નથી.

ગુજરાતનાં ખેડૂતોને એનપીએ માં વધારવાનું કારણ શું?

ઉતર ગુજરાત માં ભૂગર્ભ જળસ્તર નીચે જ કેમ છે?

આટલા 27 થી 28 વર્ષ સરકારના સમયગાળામાં ભૂગર્ભ જ્ળ ઊંચા લાવવા માટે કોઈ અસરકારક કામગીરી નથી કરવામાં આવી.

પાણીની ક્ષારતા માં પણ દિવસે ને દિવસે વધારો થતો જાય છે. જે પાક માટે ફળદ્રુપતા માટે નુકસાન કારક છે.

ગુજરાતમાં છેલ્લા ચારેક વર્ષથી ઉપર થયું પણ હજુ સુધી દરેક ગામડામાં એક એક રેવન્યુ તલાટી કે જે ખેડૂતો અને કૃષિ યોજનાને જોડતી કડી છે. તેની સ્ટાફ નિમણુક હજુ સુધી કેમ પૂરી પાડવામાં નથી આવી. 

છેલ્લા કેટલા વર્ષો થી પાક વિમાની યોજનાના પૈસા કંપની એ કેટલા રૂપિયા હજુ સુધી ખેડૂતો ને આપ્યા નથી.તેના માટે સરકારનો કોઈ એક્શન પ્લાન નથી.
જેમ હમણાં જ એગ્રીકલ્ચર મીનીસ્ટરે લોકસભા માં જણાવ્યુ કે ગુજરાતમાં 49 કે તેથી વધુ જમીનના પાક નું નુકશાન થયું. જ્યારે હકીકતમાં પાકનું નુકશાન એથી પણ વધારે છે.   

ગુજરાતમાં 65 એપીએમસી બંધ હતા. આના માટે સશક્ત કરવા કયા પગલાં લેવામાં આવ્યા?

ગુજરાતમાં એગ્રીકલ્ચર ઇલેક્ટ્રિસીટી માં ચાર અલગ અલગ વીજદર છે. તેને એક સમાન કરવા ગુજરાત સરકારે શું પગલાં લીધા.જમીન માપણીમાં ખેડૂતોને હેરાન કર્યા.ખંભાતના અખાતમાં કલ્પસર પ્રોજેક્ટ પર 26 વર્ષથી કાગળ પર છે અને કરોડો રૂપિયા ખર્ચાય છે.નર્મદા ડેમની નહેર હજુ પહોચાડી શકયા નથી.18 લાખ હેક્ટરમાં સિંચાઈ નું પાણી નર્મદા દ્વારા પૂરું પાડવાનું વચન હજુ માંડ 1.5 લાખ હેક્ટરમાં પહોચાડે છે.204 ડેમ હતા. છેલ્લા 22 વર્ષમાં એક પણ મોટા ડેમ ભાજપ સરકારમાં બન્યા નથી. ખેડૂતો દેવાના ડુંગરમાં દબાઈ ગયા છે.

58 લાખ ખેડૂત પરિવારોમાથી 42.6 ટકા એકમો પાસે સરેરાસ 38100 ની માથાદીઠ લોન છે.મગફળી જેવા કાંડ થયા તેમાં પણ મોટા માથા પકડાયા નથી.
ડીઝલના ભાવો વધતાં ખેડૂતો પાયમાલ થવાના આરે છે. ટ્રેક્ટર અને ડીઝલના ઉપયોગથી ખેતી થાય છે. તે પાયમાલ થઈ ગઈ.ભૂંડ અને રોજડા માટે સરકારે ફેંસિંગ ની સુવિધા આપવી જોઈએ જે આપવામાં આવી નથી.

પાકિસ્તાન ચીન જેવા દેશો માં ડીઝલના ભાવો ઘટાડી દીધા છે.બિયારણ નકલી મળે છે.પાક વીમા કંપનીએ પૂરતું વળતર ચૂકવ્યું  નથી. નુકશાન નું વળતર એ મજાક રૂપ છે.58% લોકો કૃષિ સાથે છે જ્યારે17.8% જીડીપી કૃષિ સેક્ટર છે.સરકાર જીએસટી ના નામે લૂંટે છે, ભાવનાઓના નામે લૂંટે, બેન્કો સહાય ના નામે લૂંટે.  બિયારણ ખરીદવાથી માંડી ને વહેચવા સુધીમાં ખેડૂતોને સરકારની બુકીનીતિ કારણે પાયમાલ થઈ ગયા છે.

સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ કોઈ ખેડૂત ની જમીન નમૂના લેવાયા જ નથી.વસ્તુની વેલ્યૂ એડિશન કરવાની સરકારની વિચાર પણ નથી.રોજના રિસર્ચ અને ખેતીના વિકાસ પાછળ બમણો ખર્ચ થયો છે.ટપક અને ફુવારા પદ્ધતિ માં પણ ભરતી પડે ત્યારે બંધ કરી ડે છે અને સબસિડી અને લૂંટ ચલાવે છે .

કોરોના કાળમાં માત્ર કૃષિ ક્ષેત્ર ની જીડીપી પલટી હતી એટ્લે ઉધ્યોગપતિ ની નજર ગઈ.વીજ થાંભલા પોલીસ અને તંત્ર ને દબાવી ખેતરો માથી બેફામ વિજળી થાંભલા કાઢે છે.ખાતર બિયારણ દવા  વેચતી  કંપની ઓ અબજો રૂપિયા કમાય છે. તો ઉત્પાદન કરનાર કેમ ભૂખે મરે છે.
 
આથી ભાજપ દ્વારા ઉજવાઈ રહેલો “ખેડૂત દિવસ” એ ખેડૂતોને મુર્ખ બનાવવાના વધુ એક તરકટથી વિશેષ કઈ નથી અને એટલા માટે જ આમ આદમી પાર્ટી-ગુજરાત આ દિવસે “ખેડૂત વિરોધી ભાજપ દિવસ”ના નામે સમાંતર જન-જાગૃતિનો કાર્યક્રમ કરીને વિપક્ષ તરીકેની પોતાની ફરજ નિભાવી રહી છે.