બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આમિર ખાન એલિવ એવરામ સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

આમિર ખાન હાલ લાંબા સમયથી રૂપેરી પડદાથી દૂર છે. જોકે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એલી એવરામ સાથે રોમેન્ટિર મૂડમાં દેખાઇ રહ્યો છે. 


એલી એવરામે ઇન્સ્ટાગ્રામના પોતાના એક નાવ ગીતના લુકને શેર કર્યું છે. જેમાં તેની સાથે આમિર ખાન એક અલગ અંદાજમાં જ જોવા મળ્યો છે. કહેવાય છે કે, આ આમિર અને એલી એવરામે એક ડાન્સ નંબર કર્યું છે  તેનો આ વિડીયો છે. 


સૂત્રની વાત સાચી માનીએ તો, આમિર ખાન અને એલી અવરામ ફિલ્મ કોઇ જાને નામાં એક વિશેષ ગીત પર ડાન્સ કરતા જોવા મળશે.આ ગીત ૧૦ માર્ચના રિલીઝ થવાનું છે. એલીએ  આ ગીતનું પ્રથમ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. 

વાત એવી પણ છે કે,આમિરે આ અપકમિંગ સોન્ગના લુકને પોતે જ ડિઝાઇન કર્યું છે. 


ફિલ્મ કોઇ જાને નાથી આમિરનો ખાસ મિત્ર અમીન હાજી ડાયરેકશનમાં ડેબ્યુ કરી રહ્યો છે. જેમાં કુણાલ કપુર  લીડ રોલમાં છે. ફિલ્મ એક સાઇકોલોજિકલ થ્રિલર છે. આમિરે પોતાની ફિલ્મમાંથી એક દિવસનો બ્રેક લઇને આ ગીત શૂટ કર્યું હતું.