બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

આમિર ખાનની પુત્રી ઇરા માનસિક રીતે પીડિત લોકોની મદદ કરશે.

માનિસક બીમારીને આપણા દેશમાં સ્પષ્ટતાથી વાત કરવામાં આવતી નથી. બોલીવૂડના મિસ્ટર પરફેકનિસ્ટ આમિર ખાનની પુત્રી આ બીમારીના દરદીઓની વહારે આવવાની છે. આ માટે તે ૨૫ કર્મચારીઓ પણ રાખવાની છે. 


ઉલ્લેખનીય છે કે,ઇરા પોતે પણ માનસિક બીમારીનો ભોગ બની હતી. તે પણ ડિપ્રેશનમાંથી પસાર થઇ છે. ગયા વરસે તેણે મેન્ટલ હેલ્થ ડેના દિવસે એક વીડિયો શેર કરીને જણાવ્યું હતું કે, તે ક્લિનિકલ ડિપ્રેશનથી પીડાતી હતી. 


ઇરા એ સોશિયલ મીડિયા પર શેર કર્યું છે કે, મેન્ટલ હેલ્થનો ભોગ બનેલા લોકોને મદદ કરવાની મારી ઇચ્છા છે. આ માટે મને ૨૫ જણાની એક ટીમની જરૂર પડશે. આ લોકોએ ઇન્ટર્નશિપ કરવી પડશે જેના માટે હું દરેકને પાંચ-પાંચ હજાર રૂપિયા સેલરી તરીકે આપીશ.


આ લોકોએ ટેલિફોન અને ઇમેલ દ્વારા લોકોના સંપર્કમાં રહેવું પડશે. આઠ કલાક તેમણે કામ કરવાની તૈયારી દાખવવી પડશે.જો કોઇને એક-બે કલાક મફતમાં એટલે કે વોલિન્ટિયરી આ કામ કરવું હોય તો તે પણ અરજી કરી શકે.