This browser does not support the video element.
પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે આમ આદમી પાર્ટીનું દેશ વ્યાપી આંદોલન, રાજ્યના સમગ્ર જિલ્લાઓમાં પેટ્રોલ ડીઝલના તોતિંગ ભાવવધારા સામે પ્રદર્શન કરશે...
પાછલા ત્રણ મહિનામાં લોકડાઉન દરમિયાન ધીમે ધીમે પેટ્રોલ ડીઝલમાં ભાવવધારો જનતાની કમર તોડી રહ્યો હતો તેવામાં કોઈ પણ બહાને વારંવાર એક્સાઇઝ ડ્યુટી વધારી ને સરકારે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચાડી દીધા છે. 7 જૂનથી અત્યાર સુધીમાં સરકારે પેટ્રોલમાં આશરે 11 રૂપિયા જેટલો અને ડીઝલમાં 14 રૂપિયા જેટલો તોતિંગ વધારો કરી દીધો છે.
આદમી પાર્ટી દ્વારા સરકાર પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, કોરોના વૈશ્વિક મહામારીના કપરા કાળમાં મોદી સરકાર સંવેદનહીન બની છે. એક તરફ વૈશ્વિક ક્રૂડના ભાવ તળિયે છે ત્યારે તિજોરી ખાલી થયેલનું બહાનું બતાવી સરકાર પોતાના માનીતાઓના ખિસ્સા ભરી રહી છે.આનાથી સરકારને તગડી કમાણી થઈ રહી છે અને તેમના મળતીયાઓના ખિસ્સા ભરાઈ રહ્યા છે જ્યારે આમ આદમી ભીંસાઈ અને પીસાઈ રહ્યો છે. અસહ્ય મોંઘવારી અને બેરોજગારીના આ સમયમાં સરકારી નીતિઓ પ્રજા ઉપર અમાનુષી જુલમ કરી રહી છે.
આ અનુસંધાનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દેશવ્યાપી આંદોલન લડત ચલાવવા જઇ રહ્યા છે. તારીખ 01.07.2020 ના રોજ સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવવધારા સામે આમ આદમી પાર્ટી આંદોલન કરશે અને સરકારને આ ભાવવધારો પાછો ખેંચવાનો તીવ્ર આગ્રહ કરશે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના સ્તરના વિવિધ નેતાઓ રાજ્યમાં મુખ્ય શહેરોમાં આંદોલનનો મોરચો ખોલશે જેમાં કિશોરભાઈ દેસાઈ અને ગોપાલ ઇટાલિયા સુરત ખાતે, ભેમાભાઈ ચૌધરી અમદાવાદ ખાતે અને અજિતભાઈ લોખીલ રાજકોટ ખાતે અસંખ્ય કાર્યકર્તાઓ સાથે આંદોલન કરશે અને જરૂર પડ્યે ધરપકડ અટકાયત વહોરશે.