સંજય ભાટિયા નિવૃત, આશિષ ભાટિયા DG, જાણો કોણ છે સંજય ભાટિયા...
રાજ્યના નવા DGP આશિષ ભાટિયાના પરિવારમાં આજનો દિવસ ખુશીનો છે. DGP આશિષ ભાટિયાના મોટા ભાઈ સંજય ભાટિયા મહારાષ્ટ્રમાં સિનિયર IAS અધિકારી છે. આજે તેઓ મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન તરીકે નિવૃત્ત થયા હતા ત્યારે તેમના નાના ભાઈ આશિષ ભાટિયા મોટા ભાઈના નિવૃત્તિના દિવસે ડીજીપી બન્યા છે.
ડીજીપી આશિષ ભાટિયાના મોટા ભાઈ સંજય ભાટિયા મહારાષ્ટ્રમાં 1985 બેંચના સિનિયર IAS અધિકારી છે. તેઓ મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન હતા. પરંતુ વય મર્યાદાના કારણે આજે તેઓ મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન તરીકે નિવૃત્ત થયા હતા. ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા અને તેમના મોટા ભાઈ IAS સંજય ભાટિયા બંને એક જ 1985 બેંચના છે. મોટા ભાઈની નિવૃત્તિના દિવસે નાનો ભાઈ ગુજરાતના ડીજીપી બન્યા તેની ખુશી મોટા ભાઈ માટે ઘણી વધારે છે.