બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી

29 દિવસ હોસ્પિટલમાં વિતાવ્યા બાદ આખરે અભિષેક બચ્ચન પોતાના ઘરે પાછા ફરવા તૈયાર છે. અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ 11 જુલાઇએ મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમનો ટેસ્ટ નેગેટિવ આવી ગયો છે અને તેઓ ઘરે જવા તૈયાર છે. અભિષેક બચ્ચાને ખુદ આ ખુશખબર સોશિયલ મીડિયા પર શેર કરી છે.


અભિષેક બચ્ચાને ઇન્સ્ટાગ્રામ પર આપ્યા સારા સમાચાર



અભિષેક બચ્ચને પોતાના કેર બોર્ડનો ફોટો શેર કર્યો છે. આ બોર્ડ પર લખ્યું છે કે તે છેલ્લા 29 દિવસથી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં છે અને હવે તેની ડિસ્ચાર્જની યોજના પુષ્ટિ થઈ છે. અભિષેકે કેપ્શનમાં લખ્યું- આજે બપોરે મારી કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મારા માટે પ્રાર્થના કરવા બદલ આપનો આભાર. હું ખૂબ જ ખુશ છું કે હું ઘરે પાછો આવી રહ્યો છું. મારી અને મારા પરિવારની સારી સંભાળ રાખવા બદલ હું નાણાવટી હોસ્પિટલના ડોકટરો અને નર્સોનો આભારી છું. અમે તેમના વિના આ બધું ના થઇ શક્યું હોત