બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પશુને બચાવવા જતા ખડકી હાઇવે પર અકસ્માત, એક પાછળ એક ચાર કાર અથડાઈ

પારડી ખડકી નેશનલ હાઇવે 48 પર આજ રોજ પશુને બચાવવા એક કારે હાઇવે પર બ્રેક મારતા તેમના પાછળ એક પછી એક ચાર કારો અથડાઈ હતી. ચારેય કારોને ભારે નુકશાન પહોંચ્યું હતું. જ્યારે કારમાં સવાર તમામનો બચાવ થવા પામ્યો હતો.


ખડકી નેશનલ હાઈવે 48 પર મુંબઈ તરફના ટ્રેકથી સુરત તરફ જતી ક્રેટા કાર નંબર MH 46 BL 0333 ની આગળ અચાનક એક પશુ આવી જતા તેમણે કારને ઇમરજન્સી બ્રેક મારવાની ફરજ પડી હતી સાથે કારે ટ્રેક બદલતા તેમના પાછળ ઇક્કો કાર નંબર MH 48 BT 2271, જે પાછળ વર્ના કાર નંબર MH02 CZ 8045 અને એસ. એક્સ ફોર કાર નંબર MH 04 DN 1435 આમ.


ચાર કારો એક પાછળ એક ધડાકાભેર અથડાતા હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો,આ અકસ્માતમાં કારમાં સવાર તમામનો બચાવ થયો હતો જોકે ચારેય કારને ભારે નુકશાન પહોંચ્યું હતું