બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કેટરીના કૈફ અને વિક્કી કોશલે કરી સગાઈ? અભિનેત્રીના પ્રવક્તાએ આપ્યું મોટું નિવેદન

કેટરીના કૈફ બોલીવુડની સ્ટાર અભિનેત્રીઓમાંથી એક છે. તેની સાથે ચાહકો આ વાતની રાહ જોઈ રહ્યા હતા કે, કેટરીના કૈફ ક્યારે લગ્ન કરવા જઈ રહી છે. તેમ છતા અભિનેત્રી દ્વારા આ વાતને લઇને કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. તેમ છતાં જ્યારે હવે અફવા ઉડવા લાગી છે કે, કેટરીના કૈફે સ્ટાર અભિનેતા વિક્કી કૌશલ સાથે સગાઇ કરી લીધી હોય તેવી જાણકારી સામે આવી છે. જયારે છેલ્લા થોડા સમયથી આ વાતોએ જોર પકડ્યું હતું કે, કેટરીના કૈફ અને વિક્કી કૌશલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જ્યારે હવે સગાઇની વાત સામે આવતા બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેટરીના કૈફે વિક્કી કૌશલ સાથે સગાઇ કરી લીધી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. તેમ છતાં કેટરીના કૈફની ટીમ દ્વારા પણ આ વાતને કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.


તેની સાથે તમામ લોકોને જાણ છે કે, કેટરીના કૈફ દ્વારા હંમેશા પોતાની પર્સનલ લાઇફને પ્રાઇવેટ રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેમ છતાં તે તેવું કરવામાં સફળ રહી નથી. જ્યારે તેમના રિલેશનશીપને લઇને કંઇકને કંઇક અફવાઓ સાંભળવા મળી જાય છે. વિક્કી કૌશલે વર્ષ 2019 માં પોતાને સિંગલ જણાવ્યા હતા અને ત્યારથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે. કેટરીના કૈફ અને વિક્કી કૌશલ એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે.


એક નામી મીડિયાની રિપોર્ટ મુજબ કેટરીના કૈફ અને વિક્કી કૌશલે ખાનગી રીતે સગાઇ કરી છે. તેવા સમાચાર આવતા જ સોશિયલ મીડિયાનું તાપમાન વધી ગયું છે. તેમ છતાં કેટરીના કૈફ અને વિક્કી કૌશલે હજુ તેના પર કોઇ પ્રતિક્રિયા આપી નથી. તેમ છતાં તાજેતરમાં જ કેટરીના કૈફની ટીમ દ્વારા તેને લઈને ખુલીને વાત કરવામાં આવી છે.


તેની સાથે એક નામી ચેનલ દ્વારા કરવામાં આવેલ ઇન્ટરવ્યૂમાં કેટરીના કૈફની ટીમના પ્રવક્તા દ્વારા આ બાબતને અફવા ગણાવવામાં આવી હતી. તેની સાથે  ખુલાસો કરવામાં આવો હતો કે હજુ કોઇ રોકા થયો નથી અને જલ્દી જ કેટરીના કૈફ ટાઇગર-3 ના શૂટિંગ માટે રશિયા જવા રવાના થશે.