બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

‘ડાન્સ દીવાને ૩’ ના સેટથી વાયરલ થયો માધુરી દીક્ષીત અને શહેનાઝ ગીલનો ડાન્સ વિડીયો

‘બીગ બોસ ૧૩’ ના જે સ્પર્ધકે લોકપ્રિયતામાં બધાને પાછળ છોડી દીધા તે શહેનાઝ ગીલ છે. બીગ બોસમાં આવ્યા પહેલા શહેનાઝ ગીલની લોકપ્રિયતા માટે પંજાબ સુધી હતી. જ્યારે હવે સંપૂર્ણ દેશ તેમને જાણે છે. શહેનાઝ ગીલની એક ઝલક મેળવવા માટે દરેક આતુર રહે છે. 

અભિનેત્રીની પાસે પણ પ્રોજેક્ટ્સની લાઈન રહેલી છે. શહેનાઝ ગીલ આ દિવસોમાં ઘણી ટીવી સીરીયલમાં મહેમાન બનીને પહોંચી રહી છે. બીગ બોસ ઓટીટી બાદ શહેનાઝ ગીલ જલ્દી જ ડાન્સ રિયાલીટી શો ‘ડાન્સ દીવાને ૩’ માં જોવા મળવાની છે. શોમાં તે પોતાના મિત્ર સિદ્ધાર્થ શુક્લાની સાથે શાનદાર એન્ટ્રી કરશે.

અવારનવાર આ શોથી જોડાયેલ ઘણા પ્રોમો સામે આવી રહ્યા છે. આ દરમિયાન શહેનાઝ ગીલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી સેટથી એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે માધુરી દીક્ષિતની સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. શહેનાઝ ગીલ આ દરમિયાન બ્લુ કલરના ગાઉનમાં જોવા મળી રહી છે. 



જ્યારે માધુરી ગ્રીન લંહેગામાં જોવા મળી રહી છે. ‘ધક-ધક ગર્લ’ ની સાથે ‘પંજાબ કી કૈટરીના’ ‘બડી મુશ્કિલ’ ગીત પર ડાન્સ કરી રહી છે. માધુરી તો શાનદાર ડાન્સર છે એ તો બધા જાણે છે. શહેનાઝ ગીલ તેમનો સાથે સારી રીતે નિભાવતી જોવા મળી રહી છે. 

વિડીયો શેર કરતા શહેનાઝ ગીલે લખ્યું છે કે, “ગર્વ અનુભવી રહી છુ. થેક્યું કલર્સ ટીવી આટલું સમ્માન અને પ્રેમ આપવા માટે.”