બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

વ્હોટ્સએપમાં આ શાનદાર ફીચર્સનો ઉમેરો અને જાણો તેનો ઉપયોગ...

વ્હોટ્સએપ યુઝર્સને ટૂંક સમયમાં અનેક નવાં ફીચર્સ મળવા જઈ રહ્યાં છે. વ્હોટ્સએપે તેના એન્ડ્રોઈડ બીટા વર્ઝન પર ઓલ્વેઝ મ્યૂટ, ન્યૂ યુઝર UI અને મીડિયા ગાઈડલાઈન સહિત અનેક ફીચર્સ લોન્ચ કર્યાં છે. આ ફીચર્સ વ્હોટ્સએપના 2.20.201.10 બીટા વર્ઝન પર રિલીઝ થયાં છે. ટેસ્ટિંગ પૂરુ થતાં જ તમામ યુઝર્સ માટે આ ફીચર લોન્ચ કરવામાં આવશે. વ્હોટ્સએપ કોઈ પણ નવાં ફીચર્સ લોન્ચ કરતા પહેલાં બીટા વર્ઝન પર તેનું ટેસ્ટિંગ કરે છે.

આ નવાં ફીચર્સ લોન્ચ થશે

વ્હોટ્સએપ ઓલ્વેઝ મ્યુટ ફીચર
આ ફીચરની મદદથી કોઈ પણ ચેટ નોટિફિકેશનને હંમેશ માટે મ્યુટ કરી શકાશે. આ ફીચર કોઈ ચોક્કસ યુઝર અને ગ્રૂપ એમ બંને માટે કામ કરશે. આ ફીચર પહેલેથી રહેલાં મ્યુટ ફીચરમાં ઉમેરો છે. હાલ યુઝર્સને વધુમાં વધુ 1 વર્ષ સુધી નોટિફિકેશન મ્યુટ કરવાનો ઓપ્શન મળે છે


નવો સ્ટોરેજ યુઝર UI
વ્હોટ્સએપે તેનાં સ્ટોરેજ યુઝર ઈન્ટરફેસમાં પણ ફેરફાર કર્યો છે. ઘણા યુઝર્સને નવું UI મળી છે. તેમાં વધારે ડિટેઈલ સાથે સ્ટોરેજ યુઝર ઈન્ટરફેસ મળશે. તેના નીચે બિનજરૂરી ફાઈલ્સ ડિલીટ કરવાનો ઓપ્શન મળશે. તેમાં જોઈ શકાશે કે કઈ ફાઈલ્સ વધારે સ્ટોરેજ લઈ રહી છે.


વ્હોટ્સએપ મીડિયા ગાઈડલાઈન્સ
આ ફીચર ઈન્સ્ટાગ્રામના મીડિયા ગાઈડલાઈન્સ ફીચર જેવું જ છે. આ પ્રકારનાં ફીચર્સથી યુઝર્સ સ્ટિકર્સને અલાઈન કરવાની સાથે ઈમેજ, વીડિયો અથવા GIFsને એડિટ કરતા સમયે ટેક્સ્ટ પણ કરી શકશે.


આ ફેરફાર થશે
વ્હોટ્સએપના વેરિફાઈડ બિઝનેસ અકાઉન્ટ્સથી વોઈસ અને વીડિયો કોલિંગ બટન રિમૂવ થશે. કોન્ટેક્ટ ઈન્ફો પણ દૂર કરવામાં આવશે, પરંતુ તે ચેટ અને કોન્ટેક્ટ લિસ્ટમાં જવા પર જોવા મળશે