બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની તાલિબાનોથી ભાગીને લીધો UAE નો સહારો, આપી તમામ દેશોને તેની પ્રતિક્રિયા

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પોતાનો દેશ છોડીને ભાગી ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગની પોતાના પરિવાર સાથે અબુધાબીમાં રહેવા લાગ્યા છે. આ બાબતની જાણકારી સંયુક્ત અરબ અમીરાત ના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, માનવતાના આધાર પર યૂએઈ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમ છતાં તેઓ યૂએઈમાં કઈ જગ્યા એ ગયા છે તેના વિશે કોઈ જાણકારી અપાઈ નથી.

સંયુક્ત અરબ અમીરાત દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેણે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેના પરિવારને માનવીય આધાર પર સ્વીકાર કર્યા છે. તાલિબાનના કાબુલની નજીક પહોંચતા પહેલા જ ગની દેશ છોડી નાસી છુટ્યા હતા. યૂએઈના એક ખાનગી સમાચાર દ્વારા તેને લઈને જાણકારી આપવામાં આવી છે. પરંતુ તેણે એ જણાવ્યું નથી કે ગની દેશમાં કઈ જગ્યાએ રહી રહ્યા છે. 

તેની સાથે પૂર્વી શહેર જલાલાબાદમાં વિરોધ પ્રદર્શન કરી લોકો પર તાલિબાન દ્વારા હિંસક કાર્યવાહી કરવામાં આવી છે. તેમાં બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અફઘાનિસ્તાનના એક સ્વાસ્થ્ય અધિકારી દ્વારા આ જાણકારી અપાઈ છે.

જયારે બુધવારના રોજ અનેક લોકો દ્વારા અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસની એક દિવસ અગાઉ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન તાલિબાનના ઝંડાને પણ ઉતારી દેવામાં આવ્યો હતો. જેના કારણે ગુસ્સે ભરાયેલા તાલિબાનીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો અને લોકો સાથે મારપીટ કરવામાં આવી હતી.