બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સ્પાર્કલ એક્ઝિબિશન:સુરતમાં 9 માસ બાદ વિશ્વનું પ્રથમ જ્વેલરી પ્રદર્શન, 200થી વધુ સ્ટોલ તેમજ 5000 ખરીદદાર, સિન્થેટિક હીરાના જ 25% સ્ટોલ.

સુરતમાં 9 માસ બાદ વિશ્વનું પ્રથમ જ્વેલરી પ્રદર્શન, 200થી વધુ સ્ટોલ તેમજ 5000 ખરીદદાર, સિન્થેટિક હીરાના જ 25% સ્ટોલ. ચેમ્બરનું સ્પાર્કલ એક્ઝિબિશન ફેબ્રુઆરીમાં યોજાશે, 400 કરોડથી વધુનો વેપાર થવાની આશા
કોરોનાની લપડાક બાદ 2021માં યોજાનારાં 5 પ્રદર્શન ઉદ્યોગોને નવી ઊર્જા આપશે

વાઈબ્રન્ટ ગુજરાતની પ્રી-ઈવેન્ટની સાથોસાથ સુરતના ઉદ્યોગકારો માટે મહત્ત્વનો ગણાતો જેમ એન્ડ જ્વેલરી શો સ્પાર્કલ આ વખતે ડિસેમ્બરની જગ્યાએ ફેબ્રુઆરીમાં યોજવા અંગે ચેમ્બર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બરના એક્ઝિબિશન સ્પાર્કલમાં પ્રથમ વખત 50થી વધુ સ્ટોલમાં સિન્થેટિક ડાયમંડનું પ્રદર્શન યોજવામાં આવશે. ચેમ્બરના જેમ એન્ડ જ્વેલરી સ્પાર્કલ એક્ઝિબિશન આ વખતે ડિસેમ્બરની જગ્યાએ ફેબ્રુઆરીમાં આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ અંગે ચેમ્બરના પદાધિકારીઓ જણાવે છે કે હાલ કોરોનાની સ્થિતિને જોતાં એક્ઝિબિટર્સને સારો પ્રતિસાદ મળી રહે એ માટે સ્પાર્કલનું આયોજન ડિસેમ્બરની જગ્યાએ ફેબ્રુઆરી-2021માં કરવાનું આયોજન કરાયું છે. કોરોનાની ઉત્પત્તિ પછી વિવિધ દેશોમાં થતા જેમ એન્ડ જ્વેલરી શો ઓનલાઈન થઈ ચૂક્યા છે, ત્યારે ચેમ્બરનો સ્પાર્કલ એક્ઝિબિશન પ્રથમ ફિઝિકલ એક્ઝિબિશન યોજાશે. આ એક્ઝિબિશનમાં 200થી વધુ સ્ટોલ્સ હશે.

સિન્થેટિક ડાયમંડની ગેરસમજ દૂર કરવા પ્રમોશન કરાશે
હવે વિશ્વના વિવિધ બજારોમાં નેચરલની સાથો-સાથ સિન્થેટિક ડાયમંડની બહોળી માગ છે, ત્યારે આ સેગમેન્ટને પણ લોકો સારી રીતે જોતા થાય અને સિન્થેટિક ડાયમંડ સેગમેન્ટની સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને પોતાની પ્રોડક્ટ પ્રમોટ કરવાની તક મળે એ માટે કોરોનાની સ્થિતિ વચ્ચે પ્રથમ ફિઝિકલ એક્ઝિબિશન યોજાશે, જેમાં સિન્થેટિક ડાયમંડના અંદાજે 50 સ્ટોલમાં પ્રદર્શન થશે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની એસઓપીને અનુસરીને આ બીટુબી એક્ઝિબિશન થશે. - જયંતી સાવલિયા, એક્ઝિબિશન ચેરમન, ચેમ્બર ઓફ કોમર્સ.

એક્ઝિબિશન ચેરમેન જણાવે છે કે સિન્થેટિક ડાયમંડને લઈને જે લોકલ માર્કેટમાં ગેરસમજ છે એ દૂર કરીને તેનું પ્રમોશન કરવાનું કામ સુરતની એક ડાયમંડ કંપની મોટે પાયે કરી રહી છે. એ કંપનીના સિન્થેટિક ડાયમંડ પેવેલિયનમાં 16 સ્ટોલ હશે. આ સાથે અન્ય સેગમેન્ટના સ્ટોલ પણ હશે.

સી-ટેક્સ, એગ્રી એન્ડ ફૂડ, એનર્જી શોનું આયોજન
વર્ચ્યુઅલ એક્ઝિબિશનના ટ્રેન્ડ વચ્ચે ચેમ્બર દ્વારા 2021માં 5 એક્ઝિબિશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાન્યુઆરીમાં સી-ટેક્સ, ફેબ્રુઆરીમાં સ્પાર્કલ, માર્ચમાં હેલ્થ શો, એપ્રિલમાં એગ્રી અને ફૂડ તથા મે માસમાં એનર્જી શો કરવાનું આયોજન કરાશે.