અક્ષય કુમાર ‘બેલ બોટમ’ બાદ જૈકી ભગનાની સાથે ફરીથી કરશે કામ, નવી ફિલ્મની કરી જાહેરાત
બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર
એકથી એક હીટ ફિલ્મો કરવામાં માહિર છે. જ્યારે હવે તેમની આગામી ફિલ્મ 'બેલ બોટમ' ની રિલીઝની તૈયારીમાં તે લાગી ગયા છે. તેની સાથે આ દરમિયાન
ફિલ્મના નિર્માતાઓએ અક્ષય કુમાર સાથે નવી ફિલ્મની જાહેરાત પણ કરી નાખી છે.
અક્ષય કુમાર દ્વારા વધુ એક વખત જેકી ભગનાની સાથે કામ કરવામાં આવશે. પૂજા
એન્ટરટેનમેન્ટ દ્વારા ટ્વિટ કરીને આ અંગે જાણકારી અપાઈ છે. જ્યારે જેકી ભગનાનીએ આ
ટ્વીટને રીટ્વીટ કરીને અક્ષય કુમાર સાથે બીજી વખત કામ કરવાનો આનંદ પણ વ્યક્ત
કરવામાં આવ્યો છે.
પૂજા એન્ટરટેનમેન્ટ દ્વારા તેના ટ્વિટર હેન્ડલ પરથી તસ્વીર શેર કરવામાં આવી છે. જેમાં અક્ષય કુમાર ફ્લાઇટમાં તરફ આગળ વધતા વખતે પાછળ વળીને જેકી ભગનાની સાથે હાથ મિલાવતા જોવા મળી રહ્યા છે. ટ્વિટમાં જણાવવામાં આવ્યું છે કે, અક્ષય કુમાર અને પૂજા એન્ટરટેનમેન્ટે બેલ બોટમ બાદ ફરી એકવખત આગામી પ્રોજેક્ટ માટે હાથ મિલાવી લીધો છે.