બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાહુલ ગાંધી બાદ ટ્વિટરે કોંગ્રેસના આ પાંચ વરિષ્ઠ નેતાઓ પર કરી કાર્યવાહી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર કાર્યવાહી બાદ હવે ટ્વિટરે તેમના પક્ષના અન્ય પાંચ નેતાઓ સામે કાર્યવાહી કરી છે. કોંગ્રેસે (Congress) બુધવારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે રણદીપ સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ નેતાઓના એકાઉન્ટ લૉક કરી દેવામાં આવ્યા છે. જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટી વ્હીપ મણિકમ ટાગોર, આસામના પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ અને મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવનો સમાવેશ થાય છે.

ગાંધીના ટ્વિટ પર થયો હતો હંગામો

ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે દિલ્હીમાં કથિત રીતે બળાત્કાર અને હત્યા કરાયેલી નવ વર્ષની બાળકીના પરિવારના ફોટા ટ્વીટ કર્યા હતા. જે પછી ટ્વિટરે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એનસીપીસીઆર) ની ફરિયાદ પર ગાંધીજીનું વિવાદાસ્પદ ટ્વિટ ડિલીટ કરી દીધું. પંચે કોંગ્રેસ નેતા પર સગીર પીડિતાની ગોપનીયતાનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Twitter એ આપી હતી આ દલીલ

આ પહેલા બુધવારે ટ્વિટરે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે 4 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીના ટ્વિટથી કંપનીની નીતિઓનું ઉલ્લંઘન થયું છે. તેણે દુષ્કર્મ પીડિતાના માતા -પિતા સાથેના ફોટા ટ્વીટ કર્યા હતા. આ કારણે તેમનું એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ તેમના વિવાદાસ્પદ ટ્વિટ માટે દેશભરમાં ટીકા કરવામાં આવી હતી.



Attachments area