This browser does not support the video element.
અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે કાર અને રીક્ષાનો ધડાકાભેર અકસ્માત, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે, કારની તપાસ કરતા દારૂ નો મોટો જથ્થો મળી આવ્યો..
ગુજરાત રાજ્યમાં દારૂબંધી માત્ર કહેવા પૂરતી હોય એવું લાગી રહ્યું છે અમદાવાદમાં અવારનવાર દેશી વિદેશી દારૂ પોલીસ ને મળી આવતો હોય છે ત્યારે અમદાવાદ ના વિજય ચાર રસ્તા પાસે વહેલી સવારે એક અકસ્માત થયો અને નવાઈ ની વાત એ છે કે અકસ્માત માં જે કાર એ રીક્ષા ને ટક્કર મારી એ કાર માંથી અંદાજીત 250-300 બોટલ જેટલો વિદેશી દારૂ મળી આવ્યો .જોકે રીક્ષા ચાલક તો ઇજાગ્રસ્ત થયો પરંતુ કાર ચાલક ફરાર થઈ ગયો.
રાજ્ય માં દારૂબંધી અંગે રાજ્યસરકારે કડક કાયદા પણ બનાયા છે પરંતુ આ અવારનવાર દારૂ નો જથ્થો મળી આવતા લાગે છે બુટલેગરો ને કોઈ કાયદાનો ડર જ નથી.શહેરમાં વહેલી સવારે અંદાજીત 6 વાગ્યા ની આસપાસ વિજય ચાર રસ્તા આગળ પુર ઝડપે પસાર થતી કાર એ એક રીક્ષા ચાલક ને અડફેટે લીધો જોકે કાર ની ઝડપ એટલી હતી રીક્ષા ના જોરદાર ટક્કર મારી હતી જેથી રીક્ષા ચાર રસ્તા આગળ બેરીકેટ ને અથડાઇ અને તેમાં રીક્ષા ચાલક અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે ઇજાગ્રસ્તને સારવાર અર્થે સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં જોકે કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ એ કારની તપાસ કરતા દારૂ નો મોટો જથ્થો મળી આવ્યો હતો.જેમાં 250 -300 બોટલ મળી આવી હતી.