બેદરકાર અમદાવાદીઓ: "કોરોના છે જ ક્યાં....અમને કંઇ નહીં થાય" એમ માને છે "કેરલેસ" શહેરીજનો, બેખૌફ બની..
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વીડિયો જારી કરવામાં આવ્યો.25મી સપ્ટેમ્બરે AMCએ રિયાલિટી ચેક કર્યું હતું.પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં અલગ અલગ સ્થળો લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા. રાજ્યમાં કોરોના કાળોકેર વર્તાવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ દરરોજ નોંધાતા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને સ્થાનિક તંત્ર સુધી તમામ કોરોનાને ગંભીરતાથી લઇને પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે સતત કહી રહ્યાં છે. પરંતુ અમદાવાદ શહેરમાં અનેક એવા શહેરીજનો છે, જે બેદરકાર બનીને બેખૌફ શહેરમાં ફરી રહ્યાં છે અને ભીડ કરી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વીડિયો જારી કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છેકે, શહેરીજનો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની કોરોના ગાઈડલાઇનનું પાલન કર્યા વગર કેરલેસ થઇને ટોળે વળી રહ્યાં છે અને ફરી રહ્યાં છે.
પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના અલગ-અલગ સ્થળો
વીડિયોમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં અલગ અલગ સ્થળ પર લોકોની ભીડ અને કેવી રીતે તેઓ સોશિયલ ડિસ્ટન્સ વગર ફરે છે તે બતાવવામાં આવ્યું છે. 25મી સપ્ટેમ્બરના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓ કોરોનાની ગાઈડલાઈનના પાલનનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. શહેરના પ્રહલાદનગર, ઇસ્કોન ગાંઠિયા કર્ણાવતી કલબ, કાકે કા ઢાબા રિંગ રોડ, ગુજરાત કોમર્સ કોલેજ, રાજનગર કડીયાનાકુ, કાલુપુર શાકમાર્કેટ, લો- ગાર્ડન, દરિયાપુર, અસારવા કડીયાનાકા, ભદ્ર માર્કેટ, મચ્છી માર્કેટ અસારવા, ભઠિયાર ગલી, વિરાટનગર, ઠક્કરબાપાનગર, સીટીએમ કડીયાનાકા સહિતના વિસ્તારોના વીડિયો ઉતાર્યા હતા જેમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર બેઠા જોવા મળ્યા હતાં. માસ્ક વગર લોકો ટોળામાં બેસેલા જોવા મળ્યા હતા. અમદાવાદીઓ કોર્પોરેશનના રિયાલિટી ચેકમાં કોરોનાની ગાઈડલાઈન અનુસરવામાં બેદરકાર જણાયા છે.
AMCના રિયાલિટી ચેકમાં શહેરીજનોની બેદરકારી બહાર આવી.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલા રિયાલીટી ચેકથી બહાર આવ્યું છે કે અમદાવાદીઓ કેટલા બેદરકાર અને કોરોનાને ભૂલી ગયા છે. દરેક અમદાવાદીઓએ ફરજિયાત માસ્ક પહેરવું અમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી છે. અમદાવાદમાં કોરોનાની ખરાબ પરિસ્થિતિથી બચવા લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. અમદાવાદીઓ હવે કોરોનાને ભૂલી ગયા હોય તેમ જણાય છે.
હવે વધુ આકરાં પગલાઓ લેવામાં આવશે.અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સાંજે યુવાનોના મોટા ટોળા દેખાય છે. માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરતા આ તમામ યુવાનો જો સંક્રમિત થયા હશે તો મોટાભાગે તેઓ એસિમ્પ્ટોમેટીક હોવાથી તેઓને કોઇ લક્ષણો જોવા મળશે નહીં, પરંતુ તેમના ઘરમાં રહેતા માતા-પિતા, કુંટુંબીજનો અને બીજા વયોવૃદ્ધ લોકોને સંક્રમિત કરવાનું જોખમ વધારી કોરના સંક્રમણ વધારી શકે છે. તેથી એ લોકોએ પરિવારજનોની સલામતી માટે ખાસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઇએ. શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તમામ પગલાઓ ભરી રહી છે અને રિયાલિટી ચેકમાં ઉક્ત બાબતો ધ્યાનમાં આવ્યા બાદ વધુ આકરાં અને ઘનિષ્ઠ પગલા મ્યુનિ. દ્વારા લેવામાં આવશે.