બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

માસ્ક નહીં પહેર્યું હોય તો પણ પોલીસ નહીં વસૂલી શકે 500 રૂપિયા, આટલો જ થશે દંડ, જાણો શુ છે નિયમ...

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચકી રહ્યો છે તેવી પરિસ્થિતિમાં અમુક તો પાનના ગલ્લે જ પાન ખાઈને ગમે ત્યાં રોડ પર જૂની ટેવ મુજબ પિચકારી મારી દે છે.આ સ્થિતિનો અંત લાવવા અમદાવાદ મ્યુનિ. તંત્રએ જાહેરમાં માસ્ક ન પહેરનાર તથા થૂંકનારનો રૂા. 200 દંડ લેવાતો હતો તે વધારીને રૂા. 500 કરી કાઢવામાં આવ્યો છે તેમજ પાનના ગલ્લા નજીક જ કોઈ ગ્રાહક થુંકશે તો ગલ્લાવાળાને રૂા. 10,000નો દંડ કરવામાં આવશે તેવું પણ નક્કી થયું છે.



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને માસ્ક વિના જાહેરમાં ફરનારાને થતાં દંડની રકમ વધારીને રૂપિયા 200થી ધારીને રૂપિયા 500 અને ગલ્લા પાસે કોઇ થૂકે તો ગલ્લાવાળાને રૂપિયા 10 હજારના દંડની જાહેરાત તો કરી પરંતુ શહેરની પોલીસ આના કારણે મૂંઝવણમાં મુકાઇ છે. ગલ્લાવાળા પાસેથી દંડ વસૂલવાની હાલ તેમની પાસે કોઇ સત્તા નથી. માસ્ક વગર ફરનારા પાસેથી કેટલો દંડ વસૂલવો તે રાજ્. સરકારની જોગવાઇથી નક્કી થયું છે. એટલે અમદાવાદની પોલીસ હાલ 500 રૂપિયા નહી જ વસૂલે. એએમસીએ જાહેર કરેલા પરિપત્ર અંગે કંટ્રોલ રૂમ ડીસીપીએ જણાવ્યું હતું કે એએમસીએ નક્કી કરેલા દંડ પ્રમાણે શહેર પોલીસ દંડ વસૂલશે નહી પરંતુ સરકારની જોગવાઇ અનુસાર માસ્ક અને જાહેરમાં થૂંકતા લોકો પાસેથી પોલીસ 200 રૂપિયાનો દંડ વસૂલશે.



ઉલ્લેખનીય છે કે કોરોનાના કહેર ને લઈને લોકોએ પાન બંધાવીને ઘરે લઈ જવાની વાત હતી તેને બદલે ત્યાં જ ઉભા રહીને ખાતા હોવાનું જણાયું છે. પનના ગલ્લા, ચાની કિટલી, પાણીપૂરી સહિતના ફૂડપાર્લરો સંક્રમણ ફેલાવાના મુખ્ય કેન્દ્રો બની શકે તેમ છે.