બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમદાવાદ માં ચાલુ વીડિયો કોન્ફરનસ એક એડવોકેટ ને ધૂમ્રપાન કરવું પડ્યું મોંઘું...જુઓ આ અહેવાલ

ગુજરાત હાઇકોર્ટના એક એડવોકેટ ને ચાલુ કોર્ટ પ્રોસિડિંગ માં ધુમ્રપાન કરવું પડયું મોંઘુ.. વીડિયો કોન્ફરન્સથી થયેલી સુનાવણીમાં એક વકીલે ગાડીમાં બેઠા બેઠા કેસ ચલાવવાની સાથે ધૂમ્રપાન કરતા કોર્ટે વ્યક્ત કરી ભારોભાર નારાજગી.. વકીલ ને દસ હજાર રૂપિયાના દંડ કરવાની સાથે રજિસ્ટ્રાર જ્યુડીકલ ને આ મામલે કોર્ટે તપાસના આદેશ આપ્યા. વકીલો વીડિયો કોન્ફરન્સિંગ થી કોર્ટમાં કેસ ચલાવે એ વખતે કોર્ટની ગરિમા જળવાય તે પ્રકારનું વર્તન રાખવું જરૂરી હોવાનું કોર્ટે ટાંક્યું.


વકીલોના ગેર જવાબદાર વર્તનથી કોર્ટની ગરિમાને ઠેસ પહોંચે તે ચલાવી નહીં લેવાય.. હાઇકોર્ટ વકીલોના આવા વર્તન બાબતે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન અને બાર કાઉન્સિલ યોગ્ય પગલાં લે એવું પણ કોર્ટનો નિર્દેશ.વીડિયો કોન્ફરન્સથી ચાલતા કેસ ચલાવવા વકીલ પોતાના ઘર કે ઓફિસ થી કેસ ચલાવે તેવો કોર્ટનો આદેશ... ગાડીમાં બેઠા બેઠા કે ખુલ્લા મેદાનમાં ઊભા રહી અને વિડીયો કોન્ફરન્સથી કેસ ચલાવવા જોઈએ નહીં તેવો કોર્ટનો નિર્દેશ.