બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

This browser does not support the video element.

ચાઇનીઝ પ્રોડક્ટની આયાત અને વેચાણ રોકવા માટે યુવા સેના ગુજરાત પ્રદેશએ અમદાવાદ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું...

સમગ્ર દેશમાં એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ ભારતની બંને બોર્ડરે વિવાદ ચાલી રહ્યો છે, પાકિસ્તાન દ્વારા અવાર નવાર સીમા પર ફાઈરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ લદાખમાં ચીનની અવળચંડાઈ સામે આવી છે જેને લઈને સમગ્ર દેશભરમાં ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે.



 

ભારત-ચીન સીમા વિવાદ બાદ ભારત સરકાર દ્વારા ચીનની 59 મોબાઈલ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, સમગ્ર દેશભરમાંથી સરકારના આ પગલાને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ચાઈનાની આઈટમનો બોયકોટ થાય તે માટે યુવા સેના ગુજરાત પ્રદેશના આગેવાન દ્વારા અમદાવાદ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથે જ દેશભરમાં ચાઈનીઝ વસ્તુની આયાત નિકાસ રોકવા માંગ કરવામાં આવી રહી છે.

 

આ સાથે જ યુવાસેનાએ જિલ્લા કલેકટર પાસે માંગણી કરી છે કે ચાઇનીઝ પ્રોડક્ટ વેચનાર વેપારીઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરવાની માંગણી કરી છે, તેમજ ચાઇનીઝ પ્રોડક્ટનું વેચાણ બંધ કરાવવા જિલ્લા લેવલથી ટાસ્ક ફોર્સની રચના કરવાની પણ માંગણી કરવામાં આવી છે.