બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

અમદાવાદ જીલ્લાના માંડલ શહેરમાં સતત વધતા જતા કોરોનાના કહેરને લઈને એક અઠવાડિયા સુધી દુકાનો સ્વયંભૂ બંધ રાખવા વેપારી સંગઠન અને સ્થાનિક તંત્રનો નિર્ણય…

સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર બાદ અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને દિવસે ને દિવસે અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ જીલ્લાના માંડલ શહેરમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈ સ્થાનિક તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લઈ સમગ્ર રાજ્યને ઉદાહરણ પૂરું પાડ્યું છે. કોરોનાના વધતા કેસોને લઈને માંડલ શહેર શનિવાર બપોરના 1 વાગ્યા પછી સ્વંયભુ એક અઠવાડિયા દરમ્યાન બંધ રાખવાનો નિર્ણય વેપારી સંગઠન તેમજ સ્થાનિક તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.




મળતી માહિતી મુજબ અમદાવાદ જિલ્લાના માંડલ શહેરમાં સતત વધતા જતા કોરોના પોઝિટિવ કેસ ને લઈને માંડલ શહેરના વેપારી સંગઠન અને સ્થાનિક તંત્ર દ્વારા માંડલ તાલુકા પંચાયત બી.આર.સી ભવન ખાતે બેઠક યોજાઇ હતી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરોનાવાયરસ મહામારી વચ્ચે વધતા જતા કેસને લઈને હોટલો, પાનના ગલ્લા, કરિયાણા, કટલરી, શાકભાજી, ફરસાણની તમામ દુકાનો શનિવાર બપોર પછીથી એક સપ્તાહ દરમિયાન સવારે આઠથી 1 વાગ્યા સુધી ખુલ્લા રાખવા અને એક વાગ્યા પછી બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કરાયો હતો