બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

૭૬ કોર્પોરેટ બોક્સ, ૪ ડ્રેસિંગ રૂમ સિવાય ૩ પ્રેક્ટીસ ગ્રાઉન્ડ સાથે વિશ્વનું સૌથી વિશાળ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં તૈયાર...

મોટેરા સ્ટેડીયમમાં ૨૪ ફેબ્રુઆરીના રોજ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજવવાનો છે. જેના લીધે મોટેરા સ્ટેડીયમ ચર્ચાનો વિષય બન્યો છે. બીસીસીઆઈએ દાવો કર્યો છે કે આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ છે. આ સ્ટેડીયમમાં ટ્રમ્પ સાથે પીએમ મોદી પણ સંબોધન કરવાના છે



આ સ્ટેડિયમ ક્ષમતા ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા મેદાન મેલબોર્ન કરતા પણ વધારે હશે. મેલબોર્ન સ્ટેડિયમની ક્ષમતા આશરે ૧ લાખની છે. પરંતુ મોટેરા સ્ટેડિયમની ક્ષમતા ૧,૧૦,૦૦૦ ની છે. આ સ્ટેડિયમમાં ખુરશીઓ ગોઠવવામાં આવી છે. લાલ, વાદળી, પીળા, મરૂન સહિતના કલરની અલગ અલગ દિશામાં ખુરશીઓ ગોઠવીને સ્ટેડિયમના અંદરના નજારાને રંગબેરંગી બનાવાયો છે. જયારે તેની આસપાસ લીલોતરીનો સાક્ષાત્કાર વચ્ચે એક મોટા વર્તૂળમાં થાય છે.



આ સ્ટેડીયમની ખાસિયતની વાત કરીએ તો તેમાં ૭૬ કોર્પોરેટ બોક્સ, ૪ ડ્રેસિંગ રૂમ સિવાય ૩ પ્રેક્ટીસ ગ્રાઉન્ડ પણ છે. તેના સિવાય ઇન્ડોર ક્રિકેટ એકેડમી, ઓલોમ્પિક સ્તરનું સ્વીમીંગ પુલ, સ્ક્વેશ એરિયા અને ટેબલ ટેનીસ એરિયા પણ છે. સ્ટેડિયમના નોર્થ પેવેલિયનને અદાણી અને સાઉથ પેવેલિયનને રિલાયન્સ પેવેલિયન કહેવામાં આવશે



અમદાવાદમાં મોટેરા સ્ટેડીયમ હમણાં જ બનીને તૈયાર થયું છે. આ સ્ટેડીયમ સંપૂર્ણ રીતે આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. સ્ટેડીયમમાં અલગ અલગ રીતે ૧૧ પીચ છે. આ ઉપરાંત વરસાદ દરમ્યાન સ્ટેડીયમમાંથી પાણી માત્ર અડધો કલાક નીકળવાનું પણ આયોજન છે. મોટેરા સ્ટેડીયમમા ત્રણ હાજર કારો અને ૧૦ હજાર ટુ વ્હીલર માટે પાર્કિંગની સુવિધા છે.